દિયોદર તાલુકાનુ ફોરણા ગામ સંપૂર્ણ પાંચ દિવસ નું લોકડાઉન

હિન્દ ન્યૂઝ, દિયોદર

     કોરોના વાઇરસ ની ગંભીર મહામારી સમગ્ર જિલ્લા માં ચાલી રહી છે હવે કોરોના વાઇરસ ની ચેન તોડવા માટે લોક ડાઉન જરૂરી છે. જેમાં બનાસકાંઠા જિલ્લા માં પણ મોટાભાગે તાલુકા ના શહેરો લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હવે ગ્રામીણ વિસ્તાર માં પણ કોરોના વાઇરસ ના કેસો માં સતત વધારો થતાં ગ્રામીણ વિસ્તાર પણ હવે લોક ડાઉન જાહેર કરવામાં આવી રહું છે .

   આ તસ્વીર દિયોદર તાલુકા ના ફોરણા ગામ ની છે ફોરણા ગામ એક નાનકડું ગામ છે પરંતુ ગામ ના બે યુવાનો કોરોના સામે જંગ હારીગયા છે અને અનેક લોકો કોરોના સંક્રમિત થયા છે વધતા જતા કોરોના વાઇરસ ના કેસો ને લઈ ફોરણા ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે એક અગત્ય ની બેઠક બોલાવી કોરોના વાઇરસ ની ચેન તોડવા માટે સંપૂર્ણ 5 દિવસ સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર આ ગામ ને સેનેટાઇઝર કરવામાં આવી રહું છે એટલુંજ નહીં પણ ફોરણા ગામ માં દૂધ ડેરી પણ ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે જેમાં પશુ પાલન વ્યસાય સાથે જોડાયેલા ખેડૂતો ને પણ કોરોના નો ગ્રહ નડ્યો છે. જો કે ગામ ની સાવચેતી માટે સંપૂર્ણ ગ્રામજનો એ કોરોના ની ચેન તોડવા માટે એક અભિયાન સાથે જોડાયા છે. ગામ માં ઇમરજન્સી 10 બેડ ની હોસ્પિટલ પણ શરૂ કરી દેવામાં આવી છે જેમાં કોરોના સંક્રમિત દર્દીઓ ને પણ અહીં સારવાર મળી રહે છે. 

રિપોર્ટર : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment