સૌરાષ્ટ્રનું ઘરેણું કહી શકાય તેવા લોકગાયક નારણભાઈ નંદાણીયાનું દુઃખદ નિધન

હિન્દ ન્યૂઝ, માણાવદર 

   જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પાડોદર ગામના વતની ઘણા વર્ષોથી કૃષ્ણ ભક્તિ દ્વારા ગૌમાતાની સેવા અને સમાજ સેવાના કાર્યમાં હરહંમેશ તત્પર રહેતા તેમજ કિર્તન મંડળી, દુહા, છંદ અને પોતાના સુરીલા કંઠ દ્વારા દેશ – વિદેશમાં અને સૌરાષ્ટ્ર પંથકમાં નામના મેળવેલી તેવા આહીર સમાજનું ઘરેણું નારણભાઈ નંદાણીયા (પાડોદરવાળા) આજે પ્રભુને પ્યારા બની ગયા છે, ત્યારે સમગ્ર પંથકના આહીર સમાજના લોકોમાં ઘેરા શોક લાગણી જોવા મળી છે. તેમના પરિવાર પર ઓચિંતી આફત આવી પડી છે, પ્રભુ તેમના પરિવારને આ આફ્ત સહન કરવાની શક્તિ આપે. જ્યારે જ્યારે કીર્તન મંડળીની તેમજ ગૌ સેવાની વાત આવશે ત્યારે આહિર સમાજને જરૂર આપની યાદ આવશે. ભગવાન દ્વારકાધીશ આપના પવિત્ર દિવ્ય આત્માને શાંતિ આપે તેવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. આહીર સમાજના યુવાનોના હૃદયમાં તેમજ આ પંથકમાં આપની યાદ હરહંમેશ રહેશે.

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment