દિયોદર ગ્રામ પંચાયત એ ત્રણ દિવસ સ્વેચ્છાએ લોક ડાઉન જાહેર કર્યું, કોરોનાની ચેન તોડવા

હિન્દ ન્યૂઝ, દિયોદર

રાજયમાં અને બનાસકાંઠા મા અને દિયોદર મા દિવસે દિવસે કોરો ના પોઝિટિવ કેશ વધતા, ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરો ના વિસ્ફોટ યથાવત રહેતા આરોગ્ય ની ચિંતા કરી દિયોદર મા કોરોના ની સ્થિતિ વણસે નહીં એ માટે દિયોદર ના સરપંચ ગિરિરાજ સિંહ વાઘેલા એક અગત્યની બેઠક કરી દિયોદર ની આરોગ્ય ની ચિંતા કરી દિયોદર આવનારા ત્રણ દિવસ શુક્ર, શનિ, રવિ સ્વેચ્છાએ સંપૂર્ણ લોક ડાઉન જાહેર કર્યું છે.

દિયોદર મા કોરો ના માથું ઉંચક્યું છે ત્યારે અહીંના તાલુકાની પરિસ્થિતિ ગંભીર બની છે, ત્યારે કોરોના પોઝિટિવ કેશ ને અંકુશ લાવવું ખૂબ જરૂરી બન્યું હોય દિયોદર સરપંચ સાથે વહિવટી તંત્ર, આરોગ્ય વિભાગ જોડાશે જેમાં દિયોદર ત્રણ દિવસ લોક ડાઉન ની સ્થિતિ જાહેર કરી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment