વેરાવળમાં કોરોના સંક્રમણને અટકાવવા સાંજના ૪ વાગ્યા પછી સ્વૈચ્છીક લોકડાઉન

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા વેરાવળના વિવિધ એસોસીએસનના પ્રતિનિધીઓએ કોરોના સંક્રમણ નાથવા વેરાવળ શહેરમાં સાંજના ૦૪:૦૦ વાગ્યા પછી વેપાર ધંધા બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન રાખેલ. આવશ્યક સેવાઓ સિવાયના તમામ વેપારીઓ તેમના વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા હતા. આજે સરકારી હોસ્પિટલ રોડ, સટ્ટાબજાર, ટાવરચોક સહિતના વિસ્તારો બંધ રહ્યા હતા. સ્વૈચ્છીક લોકડાઉન સફળ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સહયોગ મળી રહેશે. વહીવટી તંત્ર દ્વારા લોકોને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા સાથે બીન જરૂરી લોકોને બહાર ન નીકળવા અને માસ્ક પહેરવા જણાવ્યું હતું

Related posts

Leave a Comment