અર્બન હેલ્થ સેંટર ખાતે RTPCR ટેસ્ટ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટ કરવામાં આવશે નર્મદા જિલ્લા માં વધતા જતા કેસ ને ધ્યાન માં રાખી ને આરોગ્ય વિભાગ દ્વારા લોકો ને તકલીફ ના પડે એટલે સુવિધા ઉભી કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, નર્મદા

    COVID-19 મહામારીને અનુલક્ષીને રાજપીપળા માં કોવિડ હોસ્પિટલ માં RTPCR ટેસ્ટ ની થતા હતા નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ , ડો સુમન ની સૂચના થી આજ થી અર્બન હેલ્થ સેંટર ખાતે RTPCR ટેસ્ટ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટ કરવામાં આવશે નર્મદા જિલ્લા માં વધતા જતા કેસ ને ધ્યાન માં રાખી ને આરોગ્ય વિભાગ દ્વારા લોકો ને તકલીફ ના પડે એટલે સુવિધા ઉભી કરવામાં આવી છે.

વધુ માં જણાવ્યું હતું કે નર્મદા માં દરેક તાલુકા માં સુવિધા ટુક સમય માં ઉભી કરી દેશે અને આરોગ્ય વિભાગ દ્વારા લોકો ને સંદેશો આપવામાં આવે છે કે સમય સર ટેસ્ટ કરવાથી તેનું નિદાન અવશ્ય થાય છે અને લોકો ને ગભરાવાની જરૂર નથી હંમેશા નર્મદા જિલ્લા ના આરોગ્ય વિભાગ લોકો ને સાથે છે ડો.સુમન, ડો.કશ્યપ જણાવ્યું હતું કે અમારી આરોગ્ય ની ટીમ હંમેશા લોકો ની સેવા માં હાજર છે અને લોકો અમારા પરિવાર છે. નર્મદા જિલ્લામાં મા આરોગ્ય ટૂકડીઓ દ્વારા વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક પોટેન્સી ગોળી લોકોને વિતરણ કરાઇ છે.

રિપોર્ટર : અંકુર ઋષિ, રાજપીપલા

Related posts

Leave a Comment