હિન્દ ન્યૂઝ, નર્મદા
નર્મદા જિલ્લા માં કોરોના કેસ વધી રહ્યા છે ડો. કશ્યપ ના સૂચના મુજબ ડો.અમિષા ચૌહાણ, વિરાજભાઈ પટેલ, પંકજભાઈ પટેલ દ્વારા રાજપીપળા નાં દરેક વોર્ડ માં જઈને દરેક લોકો અને વોર્ડ ના કોર્પોરેટર ને મળી ને લોકો ને રસી મુકવા માટે માહિતી આપી હતી અને તે લોકો ને રસી મુકવામાં માટે દરેક વોર્ડ માં સગવડ ઉભી કરી છે, જેથી કરી ને લોકો ને તકલીફ ના પડે તે માટે કેમ્પ ની વ્યવસ્થા કરી છે ડો. અમિષા ચૌહાણ દ્વારા લોકો ને અપીલ કરવામાં આવી રહી છે. રસી સુરક્ષીત છે અને કોરોના સામે રક્ષણ આપે તેવી માહિતી આપી હતી. તેઓ લોકો ને જણાવ્યું હતું કે કોઈ પણ તકલીફ હોય તો તરત તેમનો સંપર્ક કરી શકે છે ,તરત આરોગ્ય ટીમ તેમની પાસે આવી જઈને સારવાર આપશે નર્મદા જિલ્લા માં લોકોની ચિંતા કરી ને લોકો ના વિસ્તાર માં જઈને માહિતી આપે છે અને લોકો એ ડો. અમિષા ચૌહાણ ને પ્રતિસાદ પણ સારો મળ્યો હતો અને લોકો ને તેમની માહિતી થી લોકો માં રહેલો ડર પણ દૂર થયો હતો ડો.અમિષા કહે છે લોકો મારા પરિવાર છે લોકો ની ચિંતા કરવી તે મારી ફરજ છે.
રિપોર્ટર : અંકુર ઋષિ રાજપીપલા