તળાજા યાર્ડ મા M.S.P. ખરીદી ટેકા ના ભાવ નુ તરકટ અને એમાં ચોરી ના બનાવ સામે આવ્યા : દશરથસિંહ ગોહિલ તણસા

હિન્દ ન્યૂઝ, તળાજા 

    તળાજા મા ઘંઉ ની ખરીદી (M.S.P.) ટેકા ના ભાવે ના મજુરો અને સ્ટાફ તેમજ ગોડાઉન ઈનચાર્જ ના ઈશારે ખેડુતો ના ઘંઉ ચોરી કરી ત્યારે ખેડૂતો એ સવારે યાર્ડ મા આવ્યા, તો માલુમ થયું કે ઘંઉ ઓછા થયા છે. તો મંજુર તેમજ નિગમ ના ખરીદ ના હાજર કર્મચારીઓ ને જાણ કરતા તેઓએ ખેડૂતોને જુઠા આશ્વાશન આપ્યા કે, “સાહેબ આવે તો કેમેરા ખોલાવી ને જોય આપવું” પણ થોડો સમય પસાર થતા નિગમ ના કર્મચારીઓ એ કાકીડા જેમ રંગ બદલ્યો અને ખેડૂતો ને મૂર્ખ બનાવવાનું કર્યુ કે ઓથોરોટી પાસે પાસવર્ડ હોય એ ખોલવા માટે પરમીશન ની જરૂર પડે છે. આ સાંભળી ખેડૂતોની શંકા હકીકત માં બદલાયો અને ખેડૂત આગેવાન દશરથસિંહ ગોહિલ તણસા ને જાણ કરી તો દશરથસિંહ ગોહિલ એ તાત્કાલિક તાલુકા પ્રમુખ અશોકસિંહ સરવૈયા ને સ્થળ પર મોકલી ને ખેડુતો નો આત્મવિશ્વાસ વધારો કર્યો અને પોલીસ ફરિયાદ કરાવી અને જીલ્લા તાલુકા ના ઉચ્ચ અધિકારીઓ ને તેમજ મીડીયા કર્મીઓ ને જાણ કરી હતી તેમજ દશરથસિંહ ગોહિલ તણસા રૂબરૂ હાજર રહી અને પોલીસ ને તમામ ખેડુતો ના જવાબ લખાવડાવ્યા અને પોતે હાજર રહી પુરાવો આપ્યા, ત્યાર બાદ જીલ્લા પુરવઠા અધિકારી પણ તળાજા યાર્ડ મા તાત્કાલિક ધોરણે દોડી આવ્યા અને ખેડૂતોની રજુઆત શાંતિ પૂર્વક સાંભળી અને તપાસ સ્થળ પર જ કરી તેમજ દશરથસિંહ, અશોકસિંહ, જયદિપભાઈ તથા યાર્ડ ના ચેરમેન તથા સેક્રેટરી, સાથે રાખી ને યાર્ડ ના સી.સી.ટી.વી.ફુટેજ ખુબ જ બારીકાઈથી જોઈ અને નિગમ ના સી.સી.ટી.તાત્કાલિક બતાવા માટે સાથે રહેલા અધિકારી ને આદેશ કર્યો અને નિગમ ના સી.સી.ટી.વી ખોલી ને હાજર ખેડૂત આગેવાન દશરથસિંહ ગોહિલ તણસા અને જયદીપભાઈ ભટ્ટ ને તુરંત બતાવ્યા. આ સી.સી.ટી.વી. મા બે ઈસમો રાત્રી ના ૧૦:૫૦ મિનીટ એ આવી અને શટર ના તાળું ખોલી નિગમ ની ઓફીસ માં પ્રવેશી અને સી.સી.ટીવી ફુટેજ બંધ કરી દિધા અને ભુલી ગયા કે યાર્ડ ના કેમેરા ચાલુ જ છે અને મજુરો ને કહ્યા પ્રમાણે દરેક ઢગલા પ્રમાણે પાંચ મણ, એક બે મણ ઘઉં ભરવા નુ ચાલુ કર્યુ અને આશરે ૩૪૦ મણ જેવા ઘંઉ ભરી લીધા નો ખેડુતો એ જણાવ્યું અને ત્યાર બાદ એક ચણા ના લોટ માંથી એક કટો ચણા પણ ચોરી કરી આમ તમામ ઘટનાઓ યાર્ડ ના કેમેરા માં કેદ થય ગય અને એક જગ્યા એ થી બીજી જગ્યાએ હેરાફેરી કરી હતી એ સ્પષ્ટ દેખાય આવ્યું અને મજુરો એ પણ સ્વિકારી લીધું કે હા અમો ને કહ્યા પ્રમાણે જ કર્યું છે.

આ વાત તમામ ઓડિયો ક્લીપ મા પણ સ્પષ્ટ સંભળાય છે. ખેડુતો ને પડ્યા પર પાટું જેવી હાલત માં મદદરૂપી ભગવાન યાર્ડ સેક્રેટરી તેમજ તાલુકાના જાગૃત ખેડુતો, યાર્ડ કર્મચારીઓ અને ચેરમેન તથા ડિરેક્ટરો, પોલીસ સ્ટાફ નો અને મીડિયા તેમજ જીલ્લા પૂરવઠા અધિકારી બેનનો ખુબ સાથ સહકાર આપ્યો હોય એ બદલ ખેડુતો ને ન્યાય અવશ્ય મળશે અને કાયદાકીય કાર્યવાહી થાય. પોલીસ તથા જીલ્લા ના પુરવઠા અધિકારી એ કહ્યુ કે કોઈ પણ ગુનેગાર હશે અમો એની સામે કડક મા કડક પગલા લેઈ યોગ્ય કાર્યવાહી કરશું, આગળ ની તપાસ હાથ ધરવામાં આવી હતી, આ M.S.P. ખરીદી ના ઘંઉ કયા જાય છે ? કોણ મોકલવા નું કહે છે ? અને કોના નામે વેચાય છે ? આ તમામ કાર્યવાહી પર દશરથસિંહ ગોહિલ તણસા તથા ખેડુતો યોગ્ય ન્યાય વહેલી તકે તંત્ર પાસે માંગી રહ્યા છે.

Related posts

Leave a Comment