14 મી વિધાનસભામાં 2020-21ના બજેટ સત્રમાં લવ-મેરેજ ના કાયદામા સુધારો કરવા સમાજ વ્યવસ્થામાં મદદ કરવા વિધાનસભામાં વિચારો રજૂ કરતાં વાવ ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર

હિન્દ ન્યૂઝ, સુઈગામ

14 મી વિધાનસભાનના ચાલુ શત્રમા આપની સરકાર લવ જહાદનો કાયદો વિધાનસભાગ્રુહમા લઈ ને આવ્યા, તેની સાથે વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં આપણા રાજ્યમાં ઘટતી જતી દિકરીઓની સંખ્યા સામે સામાજિક રીત-રિવાજ પ્રમાણે દિકરીના લગ્ન કરવામાં માતા-પિતાથી લઈનેસગા-વ્હાલા તેમજ દરેક સમાજ મુશ્કેલી અનુભવી રહ્યો છે. લવ મેરેજ કાયદામાં 18 વર્ષની ઉંમરે દિકરી પોતે જેની સાથે લગ્ન કરવા તે પ્રમાણે કરી શકે છે, આ કાયદાનો લાભ લઈને જે લોકોને સમાજમાં કે અન્ય સમાજમા તેને કોઈ દિકરી આપતુ નથી, ત્યારે આવા ગુનાહિત માનસિકતા ધરાવતા તેમજ સમાજમાં બદનામીની છાપ ધરાવતા લોકો દિકરીઓને ખોટા લોભ, લાલચ, પ્રલોભન આપી તેની નાદાનીનો તથા તેની ભોલપણનો લાભ ઉઠાવીને દિકરીઓના માતા -પિતા,સગા-વ્હાલા અને સમાજ ને અંધારામાં રાખી ભગાડી લઈ જઈ અને કાયદાનો ઉપયોગ કરીને લગ્ન બીજા જિલ્લામાં કરે છે અને જ્યારે દિકરીના સમાજ અને મા-બાપને, પરિવારને આ વાતની ખબર પડે છે, ત્યારે સમગ્ર સમાજ વર્ગવિગ્રહ,નફરત કરે છે, તે કુટુંબ,પરિવાર તમામ રીતે ભાંગી પડે છે, તેમનુ જીવન અંધકારમય બની જાય છે, બાકીના દિકરા -દિકરીઓના સમાજમાં કોઈ સગપણ થતા નથી, પોલીસ તંત્ર દ્વારા આવા સંજોગોમાં વ્યતિત્ કરે છે, ભોગ બનનાર દિકરી પસ્તાવો કરે છે અને તે પોતાના પરિવારમા આવી શકતી નથી અને અતે આપઘાત કરે છે, જે દીકરી અન્ય સમાજમા લગ્ન કરવા માગતી હોય કે સમાજમાં તો ,તે તેના માતા-પિતા અથવા દિકરીના જેની સાથે લોહીના સબધ ધરાવે છે તથા વાલીની સંમતિ અને સાક્ષીમા તેમની સહી લેવામાં આવે જેથી કોઈ તકલીફ ના થાય, આવા લગ્નની નોંધણી દિકરીના ગામમાં થવી જોઇએ સાક્ષીમા ગામના લોકોને રાખી શકાય તે પણ કાયદામાં સુધારોકરવો જોઈએ,લવ-જેહાદ ના કાયદાનો વિરોધ નથી કરતા પણ આ કાયદાનો સુધારો લાવશો ત્યારે અમો પણ આપને અભિનંદન આપીશુ. ઉપરોકત સુધારાથી આવી ઘટનાઓથી ઘણાપરિવાર બરબાદીમાથી બચાવી શકાય તેમજ સામાજિક સોગાહ રાખી માનવતાનુ ઉદાહરણ પૂરું પાડશે, તેવી વિધાનસભા ગૃહમાં ધારદાર રજુઆત કરી હતી.

રિપોર્ટર : વેરસી રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment