માંગરોળ તાલુકાનાં આકળોડ ગામેથી માંગરોળ પોલીસે 30 કિલો ગૌમાંસ સાથે એકની કરેલી અટક

હિન્દ ન્યૂઝ, માંગરોળ

માંગરોળ તાલુકાનાં આકળોડ ગામેથી માંગરોળ પોલીસે 30 કિલો ગૌમાંસ સાથે એક શખ્સની અટક કરી છે. સાથે એક મોટરસાયકલ પણ કબ્જે કરી છે. જ્યારે આ ગૌમાંસ પુરૂં પાડનાર એક શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માંગરોળ પોલીસને બાતમી મળી કે તાલુકાનાં આકળોડ ગામે એક શખ્સ ગૌમાંસ લઈને પસાર થનાર છે. જેને પગલે માંગરોળ પોલીસ મથકમાં ફરજ બજાવતાં અ.પો.કો. પરેશભાઈ કાંતિલાલે આકળોડ ગામેથી મોટરસાયકલ નંબર જીજે.૦૫.ઇએમ.૫૪૮૯ નાં ચાલક રાજુભાઇ માનસિંગભાઈ વસાવા રહે. આકળોડ ને ઉભો રાખી, વિમલનો થેલો ચેક કરતાં, થેલામાંથી ૩૦ કિલો ગોમાંસ મળી આવ્યું હતું. પોલીસે રાજુભાઈની અટક કરી, મુદ્દામાલ કબ્જે લીધો હતો. જેમાં ગૌમાંસની કિંમત ત્રણ હજાર રૂપિયા અને મોટરસાયકલની કિંમત તીસ હજાર રૂપિયા મળી કુલ ૩૩ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ ગૌમાંસ પુરૂં પાડનાર ફારૂખ ઉર્ફે ચીનો, રહેવાસી ખરોડ ને પોલીસે વોન્ટેડ જાહેર કરી, વધુ તપાસ માંગરોળ પોલીસે શરૂ કરી છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment