ભાભર તાલુકા ભોડાળીયા ગામ ખાતે રાવણા રાજપૂત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટની આજે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી

હિન્દ ન્યૂઝ, ભાભર 

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ભોડાળીયા ગામે રાવણા રાજપૂત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં છેલ્લા એક મહિનાથી ચાલતી આ ટુર્નામેન્ટમાં ટોટલ 24 ટીમ એ ભાગ લીધો હતો. જેની આજે ફાઇનલ મેચ હોવાથી રવિવારના દિવસે ભોડાળીયા ખાતે એક રસાકસી ભર્યો માહોલ જામ્યો હતો. જેમાં આજે ફાઈનલ મેચ માં શિવ ઇલેવન થરાદ vs રોયલ ઇલેવન થરા સામે ફાઈનલ મેચ રમાની હતી. જેમા રોયલ ઇલેવન થરા વિજેતા જાહેર થઈ હતી.

આ શાનદાર ટુર્નામેન્ટ સમાજની એકતા જળવાઇ રહે સમાજના યુવાનો એકબીજા સાથે જોડાય અને તમામ યુવાનોના સમાજના વડીલો સાથે સુમેળ ભર્યા સબન્ધ વધે એકબીજાથી પ્રેરિત બને અને વડીલોનું માર્ગદર્શન મળી રહે સમાજના યુવાનો વધુને વધુ એકબીજા સાથે જોડાય તેના માટે આ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment