હિન્દ ન્યૂઝ, ભાવનગર
ફાગણ સુદ પૂનમ ના રોજ યુવા સેના ગીતાનગર સોસાયટી (ભાવનગર) દ્વારા 7:30 વાગ્યે હિન્દુ ધર્મ ના રીત રિવાજ મુજબ હોળી મહોત્સવ નું આયોજન કરવા માં આવ્યું હતું અને તેમાં બધા ધર્મ ના રેવાસીઓ એ સોશિયલ ડિસ્ટન્સ ના નિયમ નુ પાલન કરી ને હુતાસણિ ની ઉજવણી કરી હતી
ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળી ને હુતાશની તરીકે ઓળખવા માં આવે છે. હોળી નાં બીજા દિવસે ધુળેટી હોય છે. હોળી નાં દિવસે ગામના પાદર માં કે મુખ્ય ચોક માં છાના કે લાકડા થી ખડકાવા માં આવે છે. ત્યાર બાદ બધા લોકો વાચતે ગાજતે ઢોલ નગારા જેવા વાજિંત્રો વગાડતા અને ભેગા થાય છે અને હોળી પ્રગટાવવા માં આવતી હતી. લોકો તેની પ્રદિક્ષણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે જોકે ભારત માં વિવિધ પ્રાંતો અને સમુદાયો માં હોળી ની ઉજવણી અલગ અલગ રીત હોય છે પરંતુ દરેક ની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી ને અસુરી તત્વો નો નાશ કરવો અને દેવીશક્તિ નું આગમન કરવું. હિન્દુ ધર્મ ને આને લગતી હોલીકા અને પ્રેહલાદ ની કથા પણ જાણીતિ છે.
આ દિવસે નવ પરણીત દપંતીઓ પ્રદિક્ષણા કરી તેમાં શ્રીફળ ની આહુતી આપે છે. આ દિવસે આજુ બાજુ ના માણસો / પરિવાર સહ મળી ને હુતાસણિ ની પ્રદિક્ષણા કરી ને પોતાનાં શરીરમાં રોગ થયા હોય તો દૂર જાય છે તેવું માનવા મા આવે છે.
ત્યારે યુવા સેના ગીતાનગર પ્રમુખ મુનાભાઈ સોલંકી, શૈલેષભાઈ બાંભણીયા ભાવનગર જીલ્લા સો.મીડિયા પ્રમુખ અખિલ ભારતીય કોલી/કોરી સમાજ, યુવાસેના ભાવનગર શહેર પ્રમુખ દિવ્યરાજસિંહ એમ જાડેજા (ખીજદળ), ભાવેશભાઈ બારેયા, વિશાલ ભાઇ વોરા તેમજ ગીતાનગર ના યુવા નો દ્વારા હોળી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : શૈલેષ બામભણીયા, ભાવનગર