માંગરોળ તાલુકાનાં હથોડા ગામની સંસ્થા તરફથી કપરા સમયમાં રમઝાન માસમા ગરીબ શ્રમિક પરિવારોને ઘર વપરાશની સામગ્રીની કીટોનું કરાયેલું વિતરણ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

        માંગરોળ તાલુકાની ખુબ જ ચર્ચિત સંસ્થા યંગ એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ટ્રસ્ટનાં પ્રમુખકે જેઓ ગરીબોના મસીહા સમાન ગણાતા એવા કુત્બુદ્દિંનભાઈ હાફેજી એ પ્રથમ તબક્કે આવનારા રમઝાન માસમા ગરીબ, અનાથ, વિધવા સ્ત્રીઓના ઘર સુધી ઘર વપરાશ સામા નની સહાય માટેની કીટો પોહચાડી છે. એક કીટમાં ૨૫ કિલો ઘઉં, ૨૫ કિલો ચોખા, ૫ લીટર તેલ, સાથે અન્ય ૯ ચીજ વસ્તુઓ આપવામાં આવી છે. એક કીટ ૩૮૫૦ રૂપિયાની તૈયાર કરી વિતરણ કરવામાં આવી છે. જેમાં ગગાત વેલ્ફર ચેરીટેબલ ટ્રસ્ટ અને યંગ એક્તા ફાઉન્ડે શન મળી આ કામગીરી કરવામાં આવી છે અને બીજાં રાઉન્ડમાં નજીક ગામોના વિસ્તારોમાં જરૂરત મંદ પરિવારોને રમઝાન માસની કીટો ઘર સૂધી પહોચાડ વામાં આવશે એવું સંસ્થાના પ્રમુખ ર્કુત્બુદ્દિંન ભાઈ હાફેજી અને ઈમ્તિયાઝભાઈ હથુરણ વાળાએ જણાવ્યુ છે. અત્રે યાદ આપવું જરૂરી છે કે યંગ એકતા ફાઉન્ડેશન તરફથી ગયા વર્ષે લોકડાઉનની જાહેરાત પછી તારીખ ૨૮ માર્ચ-૨૦૨૦ થી સતત બે મહિના સુધી ૩૦૦ થી વધુ શ્રમીક પરીવાર, અનાથ વિધવા જેવાં બે સહારાના ઘર સુધી એક ટાઇમ નુ જમવાનું બનાવી પોહચાડી ખૂબ જ સુંદર કામગીરી કરી હતી.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment