ગેરકાયદેસર માદક ગાંજા ના છોડવા સાથે એક ઈસમને પકડી પાડતી એસ.ઓ.જી આણંદ

હિન્દ ન્યૂઝ, આણંદ

પોલીસ અધિક્ષક અજિત રાજ્યણ ના ઓ એ એસ.ઓ.જી. શાખા ને અસરકારક કામગીરી કરવા તથા એનડીપીએસ કેશો શોધી કાઢવા સારુ સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી આણંદ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ખાનગી બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે નિલેશભાઈ ઉર્ફે ભુરિયો કનુભાઈ પટેલ રહે હળદરી રજનીભાઈ ની ખરી ની નજીક જતા ડાબી બાજુએ ખેતરમાં એક મોટું મકાન અને તબેલા જેવું બનાવેલ છે. જે ખેતરમાં ઘઉં નું વાવેતર કરેલ હોય જેમાં ગાંજાના છોડ વાવેલ છે. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન.પરમાર તથા પો.સ.ઈ. કે.જી.ચૌધરી, સ્ટાફના માણસો તથા સરકારી પંચો સાથે રાખી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા કનુભાઈ પરસોત્તમભાઈ પટેલ તથા નિલેશભાઈ ઉર્ફે ભુરિયો કનુભાઈ પટેલ બંને રહે હળદરી ના ઓ એ ભેગા મળીને પોતાની હળદરી ગામની સીમમાં આવેલ કબજા ભોગવટા ના લીલો ઘાસચારો નું વાવેતર કરેલ ખેતરમાંથી વગર પાસ પરમીટ ના ગેરકાયદેસર ના કંચના લીલા છોડવા કુલ ૧૭ જેનું કુલ વજન ૧૪.૪૧૯ કિ.ગ્રા. જેની કિં.રૂ.૧,૪૪,૧૯૦ સાથે કનુભાઈ પરષોત્તમ પટેલ ના પકડાઈ જાય આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી. આણંદ. મુદ્દામાલની વિગત (૧) માદક પદાર્થ ગાંજાના છોડવા નંગ -૧૭ જેનું કુલ વજન ૧૪.૪૧૯ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧,૪૪,૧૯૦/-, (૨) એક મોબાઈલ કિ. રૂ.૫૦૦/-. તેમજ કામગીરી કરનાર ટીમ માં પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન.પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે.જી ચૌધરી તથા એએસઆઈ રઈજીભાઈ, એ.એસ.આઇ અશોકભાઈ હેડ કો. હાર્દિકકુમાર, હેડ કો. મયંકભાઇ, પીસી હરદેવસિંહ, પીસી. ભાર્ગવ સિંહ, પીસી. ભાવિકકુમાર, પીસી. જલાભાઇ, પીસી સંદીપકુમાર, પીસી અનિરુદ્ધસિંહ, ડ્રા. પો કો. મનીષકુમાર હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment