જૂનાગઢ ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે દર વર્ષે પાંચ દિવસ યોજાતો મીની કુંભ શિવરાત્રીનો મેળો

હિન્દ ન્યૂઝ, માણાવદર

જૂનાગઢ ગરવા ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે દર વર્ષે પાંચ દિવસ યોજાતો મીની કુંભ શિવરાત્રીનો મેળોનો રવિવાર તા.૭ થી મહાદેવના મંદિરે ધ્વજારોહણ કરી પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ વર્ષે કોરોનાને કારણે મેળો ભક્તો વગર જ યોજવામાં આવશે તેવો નિર્યણ લેવામાં આવ્યો છે. પરંપરા પ્રમાણે ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ કરીને ઉત્સવની શરૂઆત કરવામાં આવે છે. ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ પટાંગણમાં યોજાતો મહાશિવરાત્રી મીની કુંભ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. હર હર મહાદેવ, જય ભોલેનાથ ના જયઘોષ સાથે પરંપરાગત શિવરાત્રીનો મેળો સાધુ સંતોની હાજરીમાં ખુલ્લો મુકવામાં આવ્યો છે.

જૂના અખાડા, પંચ દશનામ અખાડા, અગ્નિ અખાડાઓમાં પણ ધજા ચડાવવામાં આવી હતી. તેમજ ધજા ચઢાવવાની સાથે જ સાધુઓ ધુણા ધખાવીને અલખ ની હેલી જગાવી હતી અને હવે સતત પાંચ દિવસ સુધી સાધુ-સંતો શિવ આરાધના મય બનશે.

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment