કાલાવડ તાલુકામાં 45 થી 59 વર્ષ સુધીના 49 લાભાર્થીઓ અને 60 વર્ષથી ઉપરના 660 લાભાર્થીઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

709 લાભાર્થીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપીને જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકો પ્રથમ ક્રમે

હિન્દ ન્યૂઝ, કાલાવડ

      આજરોજ જામનગર નાં કાલાવડ તાલુકા માં ફેઈજ ટુ માં ૪૫થી ૫૯ વર્ષ સુધીના 49 લાભાર્થીઓ ને તથા ૬૦ વર્ષથી ઉપરના 660 લાભાર્થીઓને કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ એક જ દિવસમાં આપવામાં આવેલ હતો. આ કામગીરીમાં એક પણ લાભાર્થી ને કોઈ સાઈડ ઈફેક્ટ કે રિએક્શન આવેલ ન હતું.

     ઉપરોક્ત કામગીરીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બથવાર નાં માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર રાઠોડ તેમજ ટી.એમ.પી.એસ બેડવાભાઈ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ મેડીકલ ઓફિસર તથા કાલાવડ તાલુકાના તમામ કર્મચારીઓએ આ સેવા આપવામાં ખૂબ જ જહેમત ઉઠાવેલ હતી. આ 709 લાભાર્થીઓને વેક્સિન નો પ્રથમ ડોઝ આપી ને જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકો પ્રથમ ક્રમાંકે રહેલ છે. તેમજ સંધ્યા સભાઓ નું પણ આયોજન કરવામાં આવેલ હતું.

Related posts

Leave a Comment