ખેડા જિલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન યોજાયુ

હિન્દ ન્યૂઝ, નડિયાદ

                              ખેડા જિલ્લામાં સમાવિષ્ટ (નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ, ઠાસરા) નગરપાલિકા તેમજ (નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર, વસો) તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓમાં તા.૨૮/૨/૨૦૨૧ના રોજ રવિવારે સવારના ૭:૦૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક સુધી મતદાન યોજાનાર છે.

                             આજે સવારે ૭:૦૦ કલાકથી ચુંટણી પ્રક્રિયા શરુ થઈ ગઇ છે અને શાતિપુર્ણ માહોલમાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. યુવા મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેડા જિલ્લાના પદાધિકારીઓએ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

                            નિવાસી અધિક કલેક્ટર અને જિલ્લા ચુંટણી અધિકારી, રમેશ મેરજાએ ચુંટણી બુથની મુલાકાત લઇ ચુંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરેલ હતુ. હાલ મતદાનની પ્રક્રિયા ચાલુ છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment