ઉના તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ કોંગ્રેસ ધ્વસ્ત 

ભાજપના ચાણક્ય પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડએ શહેર બાદ તાલુકામાં કર્યો કોંગ્રેસમાં સપાટો
હિન્દ ન્યૂઝ, દીવ
           ઉના તાલુકાના કોબ, મોટા ડેસર, દેલવાડા,સૈ.રાજપરા,સનખડા,ભાચા, નવાબંદર.જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
          ભારતીય જનતા પક્ષએ વિકાસ નો વિશ્વાસ આપતો, રાષ્ટ્રભક્તિ અને જનસેવા ની પરંપરા ધરાવતો પક્ષ હોવાનું જણાવી જીલ્લા તાલુકા પંચાયતોના ભાજપના ઉમેદવારને સમર્થન આપી કમળને વિજયી બનાવવા સાસંદ રાજેશભાઈ ચુડાસમા એ હાકલ કરી હતી. સાસંદ રાજેશભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે વિકાસની અનુભુતિ ગ્રામ પંચાયતોથી માંડીને જીલ્લા તાલુકા પંચાયતો પણ અનુભવે છે અનેક વિકાસ કાર્યો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની હવાલે મુકવામાં આવ્યા છે જે ભારતીય જનતા પાર્ટીની વિકાસ નિતીનો પરિચય આપે છે.તેમ ઉમેરી જનસેવા નું કામ કરતા ભારતીય જનતા પાર્ટીને  હવે જનસમર્થન આપવાનો સમય આવ્યો છે તેને નિષ્ઠા પુર્વક નિભાવી કમળને વિજયી બનાવવા અપીલ કરી હતી.
                  આ તકે કોંગ્રેસ પક્ષ છોડીને રેવદ ગ્રામ પંચાયતનાં સરપંચ હમીરભાઇ પુંજાભાઈ મકવાણા, માણેકપુર નાં સરપંચ ચીનાભાઈ માધાભાઇ રાઠોડ સહિતના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટી માં જોડાયા હતાં. આ સભામાં  ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનસિંહભાઈ પરમાર, ઉનાના પુર્વ ધારાસભ્ય અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કે.સી.રાઠોડ, સામતભાઈ  ચારણીયા. જીલ્લા પંચાયત તાલુકા પંચાયત બેઠકનાં ગામોના  ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ આગેવાનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.
રિપોર્ટ : ભાવના શાહ, દીવ 

Related posts

Leave a Comment