નડિયાદ નગરપાલિકામાં ૪૯ બેઠકો પર ૧૧૩ ઉમેદવારો વચ્ચે જંગ

હિન્દ ન્યૂઝ, નડિયાદ

           ખેડા જિલ્લામાં સમાવિષ્ટ (નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ, ઠાસરા) નગરપાલિકા તેમજ (નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર, વસો) તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ કઠલાલ તાલુકા પંચાયતની ૧૦- દાંપટ મતદાર મંડળની પેટા ચૂંટણીઓ યોજનાર છે. તેમાં ઉમેદવારી ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની તારીખ વિત્યા બાદ નડિયાદ નગરપાલિકામાં ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચુંટણીનુ આખરી ઉમેદવારોનુ લિસ્ટ તૈયાર થઈ ગયુ છે. જેમાં નડિયાદ નગરપાલિકાના કુલ ૧૩ (તેર) વોર્ડની ૫૨ (બાવન) બેઠકમાં ૩(ત્રણ) બેઠક બિનહરિફ થઈ છે અને બાકીની ૪૯ બેઠક માટે ૧૧૩ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment