હિન્દ ન્યૂઝ, ડીસા
ડીસા તાલુકાના કાંટ ગામ થી દાંતીવાડા યુનિવર્સિટી નો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી ખખડધજ હાલતમાં હતો અને આ રસ્તાનું નવિનીકરણ કરવા માટે અનેકવાર રજુઆતો કરાયા બાદ તંત્ર દ્વારા આ રોડ મંજૂર કર્યા બાદ ગતરોજ શહેર ના ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ડીસા તાલુકાના કાંટ ગામના અંબિકા સ્ટોરેજ થી દાંતીવાડા યુનિવર્સિટી સુધીનો રોડ છેલ્લા ઘણા વર્ષોથી ખખડધજ હાલતમાં હતો. જેના લીધે ગ્રામજનોની અવર-જવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. આ રોડનું નવિનીકરણ માટે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઇ આ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો.
ગતરોજ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે કાંટ ગામ થી દાંતીવાડા યુનિવર્સિટી સુધીના માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ જયંતીજી ઠાકોર રાણપુરના દિનેશભાઈ ઠાકોર રમેશભાઈ સુદેશા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
એહવાલ : કંચન સિંહ વાઘેલા, ડીસા