આણંદ જિલ્લા મા આવેલા ઉમરેઠ ગામ મા ગેરકાયદેસર રીતે ખાણકામ ની હેરફર સંગ્રહ હેઠળ ગુજરાત ખનીજ વિભાગ દ્વારા ડ્રોન ની મદદ થી ચેકીંગ દરમ્યાન ટ્રેક્ટર તથા લોડર પકડાયેલ છે

હિન્દ ન્યૂઝ, આણંદ

              તા.૭/૧/૨૧, આણંદ જિલ્લા ના ઉમરેઠ તાલુકા ના સુંદલપુરા ગામે સર્વે નંબર ૪૧૫ વાળા સરકારી પડતર વિસ્તાર માંથી સાદી રેતી ખનીજ ના ગેરકાયદેસર ખોદકામ /વહાન ની તપાસ અર્થે ડ્રોન ની મદદ થી સદર સ્થળ ઉપર સવાર ના ૧૧:૦૦ વાગે સુંદલપુરા ગામ ખાતે આવેલ પોલીસ ચોકી પાસે પેહલા રોડ ના ડાબી તરફ ના ચિલમાંથી ખાનગી વાહન લઇ પહોંચેલ. ત્યાર બાદ ત્યાં સાદી રેતી ખનીજ ખોદકામ સબબ ઉપયોગ મા લેવાતું લોડર મશીન લીલા કલર નુ ચે. નં.1PY5310EVLA053516 તેમજ સ્થળ ઉપર ભાગી ગયેલ ટ્રેકટર નં. GJ23-B-7663- ટ્રોલી (નંબર વગરની ) ડ્રોન ની મદદ થી જોવા મળેલ લોકેશન પર જય પકડવામાં આવેલ. સદર લોડર તેમજ ટ્રેક્ટર – ટ્રોલી ને સત્વરે ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે પહોંચાડી સીઝ કરી દેવામાં આવેલ છે. સદર સાદી રેતી ખનીજ ખોદકામ વાળા વિસ્તાર ની માપણી / તપાસણી દરમ્યાન લોડર માલીક અને લોડર ઓપરેટર નુ નિવેદન લેવામાં આવેલ છે.

            લોડર ઓપેરેટર નુ નામ પઢીયાર શૈલેષભાઇ રાજુભાઈ રહે. લાલપુરા, કવોરીવાડો રસ્તો, તા. ઉમરેઠ જી. આણંદ જણાવેલ છે. તેમજ સદર લોડર મશીન ના માલીક નુ નામ ઝાલાભાઇ ભરવાડ રહે. કંબોલા તા. સાવલી, જી. વડોદરા તેમ જણાવેલ. તેમજ વધુમાં ટ્રેક્ટર (૨) જે નં. GJ23-B-7663 (ટ્રોલી નંબર વગરની) ના ડ્રાઈવર ને નામ પૂછતાં મહેન્દ્રભાઈ હરમાનભાઈ ઠાકોર રહે. લાલપુરા, લીમડાવાળું ફળિયું, તા. ઉમરેઠ, જી. આણંદ. જણાવેલ છે. આણંદ જિલ્લા ના ઉમરેઠ તાલુકા ના સુંદલપુરા ગામ ના લાલપુરા ખાતે ખેતર મા રેહતા રહીશ રમેશભાઈ આશાભાઈ ઠાકોર મો. નં. ૬૩૫૨૨૨૭૪૮૧ના દ્વારા સાદી રેતી ખનીજ નુ ખોદકામ કોના દ્વારા ખોદકામ કરવામાં આવતું હોવા બાબતે, તેમાં લોડર કોના કેહવા થી સદર સવાલવાળા સ્થળ ઉપર મોકલેલ તે બાબત પૂછતાં જણાવેલ કે આણંદ જિલ્લા ના ઉમરેઠ તાલુકા ના સુંદલપુરા ગામ ના લાલપુરા ખાતે ખેતર મા રહેતા રહીસ રમેશભાઈ આશાભાઈ ઠાકોર ના દ્વારા સાદી રેતી નુ ખોદકામ કરવામાં આવતું હતું. ત્યારે તે સમયે રમેશભાઈ નો સંપર્ક કરેલ પરંતુ સંપર્ક થયી શકેલ ન હતો. અને હાજર પણ ન હતા. 

                વધુમાં સુંદલપુરા ગામ ના તલાટી – કમ મંત્રી અને પંચાયત તથા પંચો ની હાજરી મા પંચરોજકામ કરવા મા આવેલ વિસ્તાર ની ખરાઈ કરવા અર્થે તેમના જણાવ્યા મુજબ સદર સવાલ વાડો વિસ્તાર મોજે સુંદલપુરા તા. ઉમરેઠ જી. આણંદ ના સર્વે નં ૪૧૫-અ વાડો સરકારી પડતર વિસ્તાર છે. તેમજ સ્થાનિક થયેલ માપણી મુજબ સર્વેયર દ્વારા ત્યાર કરેલ નકશા મુજબ ખાડા. નં. (૧) માંથી ૧૫,૨૯૭.૯૯ મે. ટન ખાડા નં. (૨) મા થયેલ ખોદકામ ૧૧૦૯,૧૦૬મે. ટન સાદી રેતી ખનીજ નુ ગેરકાયદેસર ખાણકામ કરી નિકાસ કર્યા નુ ફલિત થાય છે. તેમજ સદર સવાલવાડા સ્થળ ઉપર સાદી રેતી ખનીજ ખોદકામ બાબત કોઈ પણ પ્રકારની મંજુરી લેવા મા આવેલ નથી.

               ઉકત વિગતે સદર વિસ્તાર માંથી ૧૬૪૦૭મે. ટન સાદી રેતી ખનીજ નુ બિનઅધિકૃત ખોદકામ કરવા સબબ સરકાર ના તા.૨૦/૩/૧૮ ના ઠરાવ મુજબ પ્રતિ મે. ટન રૂ.૨૪૦/- લેખે કુલ રૂ. ૩૯,૩૭,૬૮૦/- (ઓગણ ચાલીસ લાખ સાડત્રીસ હજાર છશો એંશી પુરા) તથા ઉદ્યોગ અને ખાણ વિભાગ ના ઠરાવ ક્રમાંક NGT/102017/1750/CHH તા.૨૯/૧૧/૨૦૧૮ મુજબ પર્યાવરણ નુકશાન વળતર પેટે સાદી રેતી ખનીજ કિંમત ના ૪૧% લેખે પ્રતિ મે. ટન રૂ.૯૮.૪૦ લેખે ૧૬૪૦૭ મે. ટન સાદી રેતી ખનીજ જથ્થા ની રકમ રૂ.૧૬,૧૪,૪૪૯ એમ કુલ રૂ.૫૫,૫૨,૧૨૯ ની ખનીજ ચોરી થયેલ હોવાનું જાહેર થયેલ છે, તેમજ GMPIMTS-2017 ના રૂલ્સ – ૨૨ના શિડયુઅલ -૩ (ડી ) મુજબ બિનઅધિકૃત ખોદકામ કરતી લોડર મશીનરી ની કમ્પાઉન્ડિંગ રકમ રૂ.૨,૦૦,૦૦૦/- અને GMPIMTS-2017 ના રૂલ્સ -૨૨ના શિડ્યૂઅલ -૩ (ડી ) ટ્રેક્ટર -ટ્રોલી ની કમ્પાઉન્ડિંગ રકમ રૂ. ૨૫૦૦૦/- એમ કુલ રૂ. ૫૭,૭૭,૧૨૯ ની ચોરી કરેલ છે.

             આમ ખાનખનીજ ની ચોરી થયેલ હોવાથી સંકેતકુમાર જીતેન્દ્રભાઈ પટેલ માઇન્સ સુપરવાઈઝર, મદદનિસ ભુસ્તરશાસ્ત્રી ના ઓ એ ઉમરેઠ પોલીસ સ્ટેશન મા ફરિયાદ કરેલ છે અને ટ્રેક્ટર ટ્રોલી તથા લોડર સીઝ કરેલ છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, ખેડા

Related posts

Leave a Comment