નડિયાદમાં ક્રિસમસ નિમિત્તે ખ્રિસ્તીબંધુઓએ કોવિડમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પી

હિન્દ ન્યૂઝ, નડિયાદ

આ વર્ષે નાતાલ પર્વ  ખુબજ સાદગીથી ઉજવાયો છે.

પ્રભુ ઈસુનો જન્મ એટલે નાતાલ પર્વએ નડિયાદમાં ઘરે બેઠા ઓનલાઇન પ્રભુ ભક્તિ કરાઈ હતી.

                                                             શહેરના તમામ નાના-મોટા દેવળો ઝગમગી ઉઠ્યા હતા. ખ્રિસ્તીબંધુઓએ પોતાના રહેણાંક મકાન ઉપર આકર્ષક રોશની કરી હતી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આ પર્વની ખુબજ સાદગાઈ પૃવક ઉજવણી કરાઈ હતી. નડિયાદમાં પશ્ચિમ વિસ્તાર મિશન રોડ ઉપર આવેલ સેફરોનવીલા સોસાયટીના રહીશોએ આ તહેવારની અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં દેશ અને દુનિયામાં કોરોનામાં મૃત્યુ પામેલા સર્વધર્મના લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.” અને આ મહામારીમાં પડખે ઉભા રહેલા  ડોક્ટર, નર્સ, પોલીસ, સફાઈ કર્મીને ગૌરવ પૂર્વક યાદ કર્યા તેમજ આ તમામની એક પ્રતિકૃતિ તૈયાર કરાઈ હતી. ઉપરાંત સોસાયટીના યુથ દ્વારા સોસાયટીમાં રહેતા કોરોના વોરિયર્સ નું સન્માન કર્યું હતું. આમ સોસાયટીના રહીશોએ સર્વધર્મનો એક અનોખો સંદેશ સમાજમાં વહેતો કર્યો હતો. અને માનવજાતિ સામે આવી પડેલ આપત્તિઓ વહેલી તકે દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી.

રીપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment