ગીરસોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ અંગેની સુત્રાપાડા તાલુકા ની બેઠક યોજાઈ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ 

તા. 25, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ના મહામંત્રી હંસાબેન જોષી, ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ કુ. સંગીતાબેન ચાંડપા ના અધ્યક્ષસ્થાને સુત્રાપાડા તાલુકાના મઢી ગામ ખાતે મિટિંગ મળેલ જેમાં સુત્રાપાડા તાલુકા અને શહેરમાં મહિલા કોંગ્રેસનું સંગઠન મજબુત બનાવવા અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના આયોજન અને જે બહેનો ઉમેદવારવારી કરવા ઈચ્છતા હોય તેઓ પોતાની દાવેદારી નોંધાવવા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. આજની આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસના મહામંત્રી ડો. મુમતાઝબેન સાયાણી, જિલ્લા ઉપપ્રમુખ મુળીબેન નાઘેરા, સુત્રાપાડા તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ શિલ્પા બેન બામણીયા, મહિલા કોંગ્રેસ અગ્રણી શિલ્પાબેન આચાર્ય, શિલ્પા બેન ખૂટડ તેમજ મહિલા કોંગ્રેસના કાર્યકર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બ્યુરો ચીફ (વેરાવળ) : તુલસી ચાવડા

Related posts

One Thought to “ગીરસોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ અંગેની સુત્રાપાડા તાલુકા ની બેઠક યોજાઈ”

  1. Admin

    @@@@ super @@@@

Leave a Comment