ડભોઇ નગરમાં કોરોનાનુ સંક્રમણ અટકાવવા પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા માર્ચ – ગુમાસ્તાધારા ના કાયદાનું અમલીકરણ

હિન્દ ન્યૂઝ, ડભોઇ

    હાલમાં ડભોઇ – દભૉવતી નગરીમાં કોરોના સંક્રમણના કેસમાં ધડખમ વધારો થઇ રહ્યો છે ત્યારે આજરોજ ડભોઇ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા વેપારી મિત્રો માં સંક્રમણ વધે નહીં તે માટે પાલિકાના ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગ માર્ચ યોજી ને વેપારી મિત્રોને જાગૃત કર્યા હતા. જે વેપારી મિત્રો માસ્ક, સેનેટાઈઝ અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન નહીં કરે તો તેવા વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરી, પાંચ દિવસ માટે દુકાન સીલ કરી, દંડની વસૂલાત કરવામાં આવશે સાથે સાથે ડભોઇ નગરમાં ગુમાસ્તાધારા કાયદાનું સરેઆમ મજાક થઈ રહી છે. જેમ કે દર રવિવારે દુકાન બંધ રાખવાનો અમલીકરણ દરેક વેપારી મિત્રોએ કરવાનું રહેશે. જે કોઈ વેપારી મિત્ર દર રવિવારે પોતાની દુકાન બંધ નહીં રાખે તો તે વેપારી વિરુદ્ધ ‘ ગુમાસ્તાધારા ‘ ના કાયદા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ

Related posts

Leave a Comment