વેરાવળ-પાટણ નગરપાલિકા ના પ્રમુખ પીયૂષભાઈ એ વોર્ડ ની મુલાકાતે 

હિન્દ ન્યૂઝ, વેરાવળ

આજ રોજ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ના ખૂબ જ સક્રિય એવા પ્રમુખ પિયુષભાઈ દ્વારા વોર્ડ ન.5 મા આવેલ ગોદરશા ના તળાવ ની મુલાકાત લીધેલ હતી. તેમજ આ તલાવને અને વેરાવળ શહેર મા આવેલ અન્ય તળાવો ને પણ આવનાર સમયમાં બ્યુટીફીકેશન કરવામાં આવશે અને વિસ્તાર મા પાણી વ્યવસ્થિત રહે તે માટે ના પ્રયત્નો કરવામાં આવશે.

*આ ઉપરાંત વોર્ડ ન. 5 મા જરૂરી સેવાઓને જેમ રસ્તા, ગટર, પાણી, લાઈટ તેમજ અન્ય સુવિધાઓ થી સજ્જ આ વિસ્તારને પણ અન્ય વોર્ડ ની જેમ બનાવવામાં આવશે અને પ્રિ મોન્સૂન એટલે ચોમાસા પહેલા જ વિસ્તાર મા પાણી ન ભરાય તે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.

પિયુષભાઈ ભાઈ દ્વારા સોમનાથ ટોકીઝ ના નવા બનતા રસ્તા ની પણ મુલાકાત લીધી અને ત્યાં હાજર સુપરવાઈઝર અને સરકારી કર્મચારીઓ સાથે ચર્ચા કરેલ હતી અને જરૂરી સૂચનાઓ આપેલ હતી. પીયુષ ભાઈ નો ગ્રામજનો ખરા હૃદય થી આભાર માને છે અને આપની આ સરપ્રાઇઝડ મુલાકાત એ વાતની સાબિતી છે કે આપ વેરાવળ શહેરના 11 વોર્ડનું સર્વાંગી વિકાસ કરશો.

રિપોર્ટર : મો. સઈદ મહિડા, વેરાવળ

Related posts

Leave a Comment