દીકરીનું સન્માન… મહિલાઓનું સશક્તિકરણ…

હિન્દ ન્યુઝ, અમરેલી      રાજુલામાં યોજાયેલા મહિલા કલ્યાણ દિવસ કાર્યક્રમમાં મહિલાઓને સરકારી યોજનાઓની માહિતી, કાયદાકીય જાગૃતિ અને આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ વ્હાલી દીકરી યોજના મંજૂરી હુકમ અને દીકરી વધામણા કિટનું વિતરણ કરીને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવામાં આવી.

Read More

સેવાભાવને સલામ… ગુણવત્તાસભર આરોગ્ય સેવાનો અભિગમ

હિન્દ ન્યુઝ, અમરેલી     રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સાવરકુંડલા સ્થિત “શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત  લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર”ની વિશેષ મુલાકાત લીધી. મંત્રીશ્રીએ હોસ્પિટલની વિવિધ તબીબી સુવિધાઓનું નિરીક્ષણ કરીને દર્દીકેન્દ્રિત સેવાકીય અભિગમની પ્રશંસા કરી અને આરોગ્ય ક્ષેત્રે સંસ્થાના યોગદાનને બિરદાવ્યું. સેવા • સંવેદના • સમર્પણ — ઉત્તમ આરોગ્ય વ્યવસ્થાના મજબૂત આધાર. 🩺💙 

Read More

કરાટે સ્પર્ધક બહેનોનો ઉત્સાહ વધાર્યો

હિન્દ ન્યુઝ, અમરેલી       રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સાવરકુંડલા સ્થિત અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લઈને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અમરેલી દ્વારા આયોજિત ‘૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમતગમત સ્પર્ધા’ અંતર્ગત યોજાયેલી જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધામાં ઉપસ્થિત રહી સ્પર્ધક બહેનોનો ઉત્સાહ વધાર્યો. રમતગમત માત્ર સ્પર્ધા નથી, પરંતુ આત્મવિશ્વાસ, શિસ્ત અને સશક્તિકરણનો મજબૂત આધાર છે. 

Read More

‘સંકલ્પ વિદ્યોદય’ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં વધુ ૧૪ સ્માર્ટ સ્કૂલ બનશે

“શિક્ષણનો સંકલ્પ… વિદ્યાનો ઉદય… સંકલ્પ વિદ્યોદય.” હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલકેટર ગાર્ગી જૈનના નૈતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક નિર્ણય લેવામાં આવ્યો છે.જિલ્લા કલકેટરના અધ્યક્ષસ્થાને “સંકલ્પ વિદ્યોદય”ની પત્રકાર પરિષદ જિલ્લા સેવા સદન વીસી હોલ ખાતે યોજાય હતી.  “સંકલ્પ વિદ્યોદય”ની પત્રકાર પરિષદમાં જિલ્લા કલેકચર ગાર્ગી જૈનને જણાવ્યું હતું કે, તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેના આધારે જિલ્લામાં પૂરતી સુવિધાઓના અભાવે ચાલતી ૧૪ શાળાઓને “સંકલ્પ વિદ્યોદય” સ્માર્ટ સ્કૂલમાં પરિવર્તિત કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે અને તેની કામગીરી પણ…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ‘વિકાસ પરંપરા’ને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

 હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ગુજરાત સરકારે પાટનગર બહાર રાષ્ટ્રીય-રાજ્ય પર્વોના આયોજક જિલ્લાની વિકાસ ગ્રાન્ટ બમણી કરી; હવે જે જિલ્લામાં રાજ્યકક્ષાના રાષ્ટ્રીય પર્વ અથવા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન થશે; ત્યાં ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે નવી નક્કી કરાયેલી જોગવાઈઓ મુજબ ₹10 કરોડથી 15 કરોડ સુધીની વિકાસ ગ્રાન્ટ આપવામાં આવશે. ગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્ય અને રાષ્ટ્રીય પર્વોને માત્ર ઔપચારિક સમારોહ ન બનાવીને તેમને સ્થાનિક વિકાસ અને જનભાગીદારીની તકો તરીકે સ્થાપિત કરે છે. જે જિલ્લામાં રાજ્યકક્ષાનું આયોજન થાય છે, ત્યાં પર્વની ગરિમા સાથે વિકાસ કાર્યોને પણ…

Read More

લીમખેડા તાલુકાની મોડલ સ્કૂલમાં RBSK ટીમ દ્વારા 57 વિદ્યાર્થીઓની આંખોની તપાસ

હિન્દ ન્યુઝ, દાહોદ    મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સી. એમ. મછારના માર્ગદર્શન હેઠળ RBSK ટીમ નીનામા ખાખરીયા દ્વારા લીમખેડા તાલુકાની મોડલ સ્કૂલ ખાતે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે આંખોની તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક સ્ક્રીનિંગ દરમિયાન કુલ 57 વિદ્યાર્થીઓમાં વાંચવા તેમજ દૂરનું જોવામાં તકલીફ જણાઈ હતી. ત્યારબાદ ઓપથેલમિક આસિસ્ટન્ટ સોનાલીબેન કટારા દ્વારા વિદ્યાર્થીઓની આંખોના નંબરની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. વિગતવાર તપાસ દરમિયાન કુલ 22 વિદ્યાર્થીઓને આંખોના નંબર હોવાનું નિદાન થયું હતું. આ તમામ વિદ્યાર્થીઓને સમયસર દ્રષ્ટિ સુધારણા…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ગૌરવપૂર્વક ઉજવણી

રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ-૨૦૨૬  હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની “વોકલ ફોર લોકલ” અને “આત્મનિર્ભર ભારત”ની પ્રેરણાથી છોટાઉદેપુર જિલ્લામાં “રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ”ની ગૌરવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલકેટર ગાર્ગી જૈન દ્વારા “કસોટા પુનર્જીવન પ્રકલ્પ”નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  કલેકટર ગાર્ગી જૈનને “ગૌરવથી ગંતવ્ય સુધી” અભિયાનના મુખ્ય ઉદ્દેશ્ય વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, કસોટા એ માત્ર એક હાથશાળનું કાપડ નથી, પરંતુ તે છોટાઉદેપુરની આગવી ઓળખ, સંસ્કૃતિ, પરંપરા અને સ્થાનિક વણકરોની અદભૂત કળાનું જીવંત પ્રતિક છે. આ પ્રકલ્પનો મુખ્ય સંકલ્પ આપણી આ અમૂલ્ય પરંપરાને માત્ર…

Read More

કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમના સંદર્ભે આયોજન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ આજરોજ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને કચ્છમાં જિલ્લામાં આગામી સમયમાં યોજાનારા હર ઘર તિરંગા-૨૦૨૬ કાર્યક્રમના આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા આગામી ૯ થી ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘હર ઘર તિરંગા અભિયાન-૨૦૨૬’નું વ્યાપક આયોજન કરવામાં આવશે. જે હેઠળ કચ્છમાં પણ ગાંધીધામ ખાતે જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાશે. કચ્છ કલેક્ટરએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને ગ્રામ્યથી લઈને જિલ્લાકક્ષા સુધી સરકારની સૂચના અન્વયે તિરંગા યાત્રા, તિરંગા બાઇક, સાઇકલ કે ઇ-બાઇક રેલીના આયોજન તથા સેલ્ફી વીથ…

Read More

આજે નેશનલ હેન્ડલૂમ ડે

હિન્દ ન્યુઝ, ભુજ     ભુજોડી નામ સાંભળતા જ એક એવા ક્રાફ્ટ વિલેજની સિદ્ધિઓ યાદ આવે જે સમગ્ર રાજ્યમાં પોતાના હાથવણાટની કલાકારી માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. પાંચ સદીની હાથવણાટની કારીગરીને અહીંના કારીગરોએ પોતાના પરસેવાથી સિંચીને વિશ્વકક્ષાના રેમ્પવોકથી લઇને મોટી ફેશનબ્રાન્ડના મોલમાં સ્થાન અપાવ્યું છે. રાજ્યનું એકમાત્ર એવું ગામ છે જ્યાં ઘરે ઘરે નેશનલ એવોર્ડ, રાજ્યકક્ષાના એવોર્ડ વિજેતા કારીગરો છે. હેન્ડલૂમ ક્ષેત્રે ૫૦થી વધુ એવોર્ડ ધરાવતું ભુજોડી સૌથી વધુ એવોર્ડ વિજેતાનો રેકોર્ડ રાજ્યમાં ધરાવે છે. અહીંના કારીગરોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી હાથસાળની બનાવટોને એક સમૃદ્ધ ઉદ્યોગમાં પરિવર્તિત કરીને વડાપ્રધાનના સ્વપ્નને…

Read More

‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ’ ડાંગ જિલ્લો

હિન્દ ન્યુઝ, સાપુતારા      ચોમાસું એટલે હરિયાળી, ઠંડક અને પ્રકૃતિના અદભૂત સૌંદર્યને માણવાની ઋતુ. વરસાદના આગમન સાથે જ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાનું સૌંદર્ય અનેકગણું ખીલી ઊઠે છે. વાદળોથી ઘેરાયેલા પહાડો, ધુમ્મસની સફેદ ચાદર, ખળખળ વહેતાં ઝરણાં, લીલાછમ જંગલો અને મનમોહક વાતાવરણ વચ્ચે યોજાતો ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ’ આજે ગુજરાતના સૌથી લોકપ્રિય મોન્સૂન ઉત્સવોમાં સ્થાન મેળવી ચૂક્યો છે. છેલ્લા 18 વર્ષથી સતત ઉજવાતો આ મહોત્સવ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ ડાંગ જિલ્લાના પર્યટન, આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક અર્થતંત્રને નવી દિશા આપતો વિકાસનો ઉત્સવ બની ગયો છે. પ્રકૃતિ અને…

Read More