‘મન કી બાત’થી લાલ કિલ્લાના મંચ સુધી

હિન્દ ન્યુઝ, સુરત

   તા. 15મી ઓગસ્ટે દિલ્હીમાં ‘વિશેષ અતિથિ’ બનશે ગુજરાતની સોલર ગર્લ પાયલ મુંજપરા

‘નારી શક્તિ’ અને સ્ત્રી સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ; વિજ્ઞાન અને ટેક્નિકલ ક્ષેત્રમાં સોલર પીવી ટેક્નિશિયન તરીકેની તાલીમ પૂર્ણ કરીને આજે તેઓ સોલર પેનલ ઈન્સ્ટોલેશન, ફિટિંગ, વાયરિંગ અને મેઈન્ટેનન્સ જેવા જટિલ ટેક્નિકલ કાર્યોમાં નિપુણતા ધરાવે છે.

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 132મા એપિસોડમાં પાયલના આ સમર્પિત કાર્યની નોંધ લીધી હતી અને તેને ગ્રામીણ ભારતની યુવતીઓ માટે એક આદર્શ ઉદાહરણ ગણાવી હતી.

તા. 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય સમારોહ માટે વિશેષ આમંત્રણ મળ્યું છે, મને દિલ્હી જઈને ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે જે બદલ હું ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું : પાયલ મુંજપરા

Related posts

Leave a Comment