હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ડૉ. આંબેડકર ભવન ખાતે જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.પરમાર તેમજ કચેરીના અધિકારીઓ દ્વારા શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓનું અમલીકરણ, શાળા સલામતી, વોકેશનલ અભ્યાસક્રમ, પરિણામ સુધારણા અને શિષ્યવૃત્તિ જેવી મહત્વપૂર્ણ બાબતો પર વિગતવાર ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મહાનુભાવોના હસ્તે ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં વર્ષ ૨૦૨૧માં ભરતી થયેલા ૩૦ શિક્ષણ સહાયકોને પૂરા પગારમાં સમાવવાના હુકમ (આદેશ) વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શાળાના આચાર્યઓ, શિક્ષણ સહાયકો શિષ્યવૃત્તિને લગતી કામગીરી સાથે જોડાયેલા અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
