ડાંગ જિલ્લામાં આગામી ત્રણ કલાક દરમિયાન ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા : જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ

હિન્દ ન્યુઝ, ડાંગ     ભારત હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા આજે સવારે 10:00 વાગ્યે જાહેર કરાયેલા Nowcast અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન ડાંગ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ અને 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ડાંગ સહિત તાપી, નવસારી, વલસાડ, સુરત, નર્મદા સહિતના જિલ્લાઓમાં ગાજવીજની સંભાવના પણ દર્શાવી છે. તેથી નાગરિકોએ જરૂરી સાવચેતી રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળે, વીજળીના થાંભલા, મોટા વૃક્ષો તથા નબળાં…

Read More

ડાંગ જિલ્લામાં છેલ્લાં ૧૦ કલાકમાં સરેરાશ ૧૪૨ મી.મી વરસાદ નોંધાયો

હિન્દ ન્યુઝ, ડાંગ      હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં વરસી રહેલ ભારે વરસાદના કારણે કલેક્ટર એન.ડી.પરમાર દ્વારા તમામ અધિકારી/કર્મચારીઓની હેડ ક્વાર્ટર ન છોડવા અંગે સૂચના આપવામાં આવી છે. તેમજ જિલ્લાના નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ન કરવા તેમજ ઓવરટોપિંગ થતાં રોડ, પુલ, કોઝ-વે વગેરે પરથી વાહન લઈને પસાર ન થવા અપીલ કરવામાં આવી છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતાં ખેડૂતો તથા પશુપાલકોને ભારે વરસાદ દરમિયાન પશુઓને બાંધી ન રાખવા તેમજ પશુઓ તણાઈ ન જાય તે માટે આગોતરી તકેદારી રાખવા જણાવ્યું છે.…

Read More

ભારે વરસાદમાં ધોવાય ગયેલા કંડવા એપ્રોચ રોડની સ્થળ મુલાકાત લેતા – જિલ્લા કલેક્ટર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નસવાડી તાલુકાના કંડવા ગામ પાસે આવેલ એપ્રોચ રોડ ધોવાઈ જવાની ઘટના સામે આવી હતી.  નાગરિકોની અવરજવર અને કનેક્ટિવિટી જળવાઈ રહે માટે કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા તાત્કાલિક અસરથી સ્થળની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટર દ્વારા સ્થળ પર જ નુકસાનનું આકલન કરી, તાત્કાલિક ધોરણે ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા અને એપ્રોચ રોડનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.  આ મુલાકાત દરમિયાન માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી નસવાડી સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત…

Read More

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આગામી ૩ કલાકમાં ભારે વરસાદ, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકાની હવામાન વિભાગ (IMD) ની આગાહી

હિન્દ ન્યુઝ, ડાંગ     હવામાન વિભાગ (IMD અમદાવાદ) દ્વારા જારી કરવામાં આવેલ તાજા બુલેટિન મુજબ, આગામી ૩ કલાક દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અને સંઘપ્રદેશોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીનો સમય તા. ૩૧ જુલાઈ, સવારે ૦૭:૪૬ થી સવારે ૧૦:૪૬ સુધી (આગામી ૩ કલાક) સુધીનો દર્શાવાયો છે. દરમિયાન છૂટાછવાયા સ્થળો પર મધ્યમ વિજળીના કડાકા-ભડાકા (Thunderstorm) અને વાદળોમાં ભારે વીજળી થવાની ઉચ્ચ શક્યતાઓ સાથે ભારે વરસાદ (Heavy Rain) પડી શકે છે. અસરગ્રસ્ત વિસ્તારો/જિલ્લાઓ : ૧)* સૌરાષ્ટ્ર વિસ્તાર: અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ. ૨)* મધ્ય અને દક્ષિણ ગુજરાત: આણંદ, ભરૂચ,…

Read More

સુરતવાસીઓને સતર્ક અને સુરક્ષિત રહેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, સુરત     ભારે વરસાદ વચ્ચે સુરતવાસીઓને સતર્ક અને સુરક્ષિત રહેવા અનુરોધ કરતા મ્યુ. કમિશનર, શહેરના લો-લાઈન વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર શરૂ શાળા-કોલેજોની સાથે ડાયમંડ યુનિટો, ફેક્ટરીઓ, કાપડ માર્કેટમાં રજા જાહેર કરાઈ સાંજે પણ તીવ્ર પવનની સાથે ભારે વરસાદની આગાહીને પગલે શહેરીજનોને ઘરે સુરક્ષિત રહેવા અને માલ-સામાનના સંભવિત નુકસાનને ટાળવા તેને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા પાલિકા તંત્ર સજ્જ: મ્યુ. કમિશનર  

Read More

છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને NDRFનું ત્વરિત ઓપરેશન: નસવાડીની અશ્વિની નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા યુવકનો આબાદ બચાવ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ વાલપુરા ગામમાંથી વહેતી અશ્વિની નદીના કોતરમાં અચાનક પાણીનું વહેણ વધી ગયું હતું. આ ધસમસતા પ્રવાહ વચ્ચે વાલપુરા ગામના જ રહેવાસી સતીશભાઈ કાંતિભાઈ ભીલ અશ્વિની નદીની કોતરમાં ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને સ્થિતિની ગંભીરતા સમજીને NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમને તુરંત જાણ કરી હતી. આ ઘટના અંગે વધુ માહિતી આપતા NDRFના અધિકારી બ્રિજેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “હવામાન વિભાગની વરસાદની આગાહીને ધ્યાનમાં…

Read More

ડાંગ જિલ્લામાં નોંધાયેલો વરસાદ

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ જિલ્લા કન્ટ્રોલ રૂમ (રાહત પોર્ટલ) દ્વારા તારીખ ૩૦/૦૭/૨૦૨૬ ના રોજ નોંધાયેલા વરસાદ અંગેના મળેલા સત્તાવાર આંકડા મુજબ જિલ્લામાં નોંધાયેલ વરસાદની વિગતો નીચે મુજબ છે:   જે મુજબ આહવા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૫ મીમી, સુબીરમાં ૨૪ મીમી, અને વઘઈ તાલુકામાં ૧૯ મીમી મળી, જિલ્લામાં સરેરાશ ૨૬ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે મોસમનો કુલ વરસાદની વાત કરીએ તો વઘઈ તાલુકામાં ૧,૯૯૬ મીમી, આહવા તાલુકામાં ૧,૭૩૯ મીમી, અને સુબીર તાલુકામાં ૧,૫૧૯ મીમી મળી, જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ: ૧,૭૫૧.૩૩ મીમી નોંધાઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે…

Read More

મધ્ય વિદર્ભ અને દક્ષિણ મધ્યપ્રદેશ પર ડિપ્રેશન સક્રિય

આગામી ૨૪ કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા હિન્દ ન્યુઝ, ડાંગ    હવામાન વિભાગના રાષ્ટ્રીય બુલેટિન (નંબર : ૨૫) મુજબ, પૂર્વ વિદર્ભ અને પશ્ચિમ-મધ્ય છત્તીસગઢ પર સર્જાયેલું ડિપ્રેશન (હવાનું હળવું દબાણ) છેલ્લા ૬ કલાક દરમિયાન ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું છે. આજે, ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૦૫:૩૦ વાગ્યે આ ડિપ્રેશન મધ્ય વિદર્ભ અને તેને અડીને આવેલા દક્ષિણ મધ્યપ્રદેશ પર કેન્દ્રિત થયું છે. (હાલનું સ્થાન અક્ષાંશ ૨૦.૯° ઉત્તર અને રેખાંશ ૭૮.૬° પૂર્વ પાસે). મુખ્ય શહેરોથી અંતર જોઈએ તો તે વર્ધા (મહારાષ્ટ્ર) થી આશરે ૩૦ કિમી…

Read More

ઉચ્છલ મામલતદાર દ્વારા નાગરિકોને વરસાદી પરિસ્થિતિ અંગે જાગૃત કરી સલામત સ્થળે સ્થળાંતર થવા અનુરોધ

હિન્દ ન્યુઝ, સુરત       તાપી જિલ્લામાં ભારે વરસાદી પરિસ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે; ઉચ્છલ મામલતદાર દ્વારા નાગરિકોને વરસાદી પરિસ્થિતિ અંગે જાગૃત કરી સલામત સ્થળે સ્થળાંતર થવા અનુરોધ કરવામાં આવ્યો. વહીવટી તંત્રની સમજાવટને પગલે ગવાણ ગામના 19 અને કાટા ફળિયા ઉચ્છલના 12 લોકોને તકેદારીના ભાગરૂપે સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા. ‘રેડ એલર્ટ’ ની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને સતર્ક રહેવા તથા જરૂરી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Read More

ડાંગ જિલ્લાની શાળાઓમાં કિચન ગાર્ડનની સફળગાથા

હિન્દ ન્યુઝ, ડાંગ       “આજના વિદ્યાર્થીઓને જો પ્રાકૃતિક ખેતી, પોષણ અને પર્યાવરણ પ્રત્યેની સમજ બાળપણથી જ આપવામાં આવે, તો આવતીકાલનો સમાજ વધુ સ્વસ્થ, આત્મનિર્ભર અને નિરોગી બનશે.” આ વિચારને સાકાર કરવા ડાંગ જિલ્લામાં સરકારી શાળાઓમાં કિચન ગાર્ડનનો સફળ પ્રયોગ અમલમાં મૂકવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર, શિક્ષણ વિભાગ અને સંબંધિત વિભાગોના સંકલિત પ્રયાસોથી અનેક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાનો ઉપયોગ કરીને શાકભાજી, લીલા શાક, મરચાં, ટામેટાં, રીંગણ, ભીંડા, મેથી, પાલક, કોથમીર સહિત વિવિધ પાકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બીજ વાવવાથી લઈને પાણી આપવું, નિંદામણ કરવું, સજીવ…

Read More