ડાંગ જિલ્લામાં છેલ્લાં ૧૦ કલાકમાં સરેરાશ ૧૪૨ મી.મી વરસાદ નોંધાયો

હિન્દ ન્યુઝ, ડાંગ  

   હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં વરસી રહેલ ભારે વરસાદના કારણે કલેક્ટર એન.ડી.પરમાર દ્વારા તમામ અધિકારી/કર્મચારીઓની હેડ ક્વાર્ટર ન છોડવા અંગે સૂચના આપવામાં આવી છે. તેમજ જિલ્લાના નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ન કરવા તેમજ ઓવરટોપિંગ થતાં રોડ, પુલ, કોઝ-વે વગેરે પરથી વાહન લઈને પસાર ન થવા અપીલ કરવામાં આવી છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતાં ખેડૂતો તથા પશુપાલકોને ભારે વરસાદ દરમિયાન પશુઓને બાંધી ન રાખવા તેમજ પશુઓ તણાઈ ન જાય તે માટે આગોતરી તકેદારી રાખવા જણાવ્યું છે.

ડાંગ જિલ્લામાં વરસી રહેલ ભારે વરસાદના કારણે આજ રોજ સવારના ૬ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીમા, છેલ્લાં ૧૦ કલાક દરમિયાન સરેરાશ ૧૪૨ મી.મી. વરસાદ (મોસમનો કુલ વરસાદ ૧૮૯૩.૩૩ મી.મી.) નોંધાવા પામ્યો છે. જેમાં આહવા તાલુકામા ૧૦૦ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૮૩૯ મી.મી.), વઘઈ તાલુકામા સૌથી વધુ ૧૧૭ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૨૧૧૩ મી.મી.), અને સુબીર તાલુકામા ૨૦૯ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૭૨૮ મી.મી.) મળી જિલ્લામા સરેરાશ ૧૪૨ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૮૯૩.૩૩ મી.મી.) વરસાદ નોંધાઈ ચુક્યો છે. 

દરમિયાન આ વરસાદને પગલે આજે ૪:30 વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના ૫૩ અને ૨ ફોરેસ્ટ આમ કુલ ૫૫ જેટલા માર્ગો વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે. જેમાં વઘઇ તાલુકામાં ૩૩ માર્ગો જેમાં ૧. ડુંગરડા વી.એ. રોડ, ૨. ખાતળ ફાટક – ઘોડી રોડ, ૩. દોડીપાડા – બરડા રોડ, ૪. વઘઈ – દોડીપાડા – દગડીઆંબા – ભેંડમાળ રોડ, ૫. ભેંસકાત્રી – કાકરડા – ભોંગડિયા – એન્જીપાડા રોડ, ૬. ભેંસકાત્રી મેઇન રોડ – આસરિયા ફળિયા રોડ, ૭. ગોદડિયા – પાઢરમાળ રોડ, ૮. માછલી – ખાતળ રોડ-1, ૯. નિચલા ફળિયા – કોયલીપાડા રોડ, ૧૦. માછલી – ચીખલા – દિવડિયાવન રોડ, ૧૧. વાંઝટાંબા – કોયલીપાડા રોડ, ૧૨. ઘોડવહળ વી.એ. રોડ, ૧૩. મોટીદાબદર – લહાનદાબદર – નાનાપાડા રોડ, ૧૪. આહરડી – બોરદહાડ રોડ, ૧૫. ચિકાર – ઘોધલપાડા – કુશમાળ – ગોદડિયા રોડ,૧૬. કાલીબેલ – પાઢરમાળ – વાંકન રોડ, ૧૭. પાતળી – ગોદડિયા રોડ, ૧૮. પાઢરમાળ ઉપલા ફળિયા રોડ, ૧૯. કોશીમદા – દેવલ ફળિયા રોડ, ૨૦. દોડીપાડા – ચિકાર ફળિયા રોડ, ૨૧. દગડીઆંબા – બરડા રોડ, ૨૨. ચિકાર – તળાવ ફળિયા રોડ,૨૩. ગીરાદાબદર રોડ,૨૪. દગુનિયા વી.એ. રોડ, ૨૫. આહરડી – નડગચોંડ રોડ, ૨૬. મેઇન રોડ – આંબાપાડા – ચિંચપાડા – ઉગા રોડ, ૨૭. બાજ મેઇન રોડ – મલિન રોડ, ૨૮. સુસરદા વી.એ. રોડ, ૨૯. માનમોડી – બોડારમાળ – નિંબારપાડા રોડ, ૩૦. ચીખલદા વી.એ. રોડ, ૩૧. કાંચનપાડા – સુરગાણા રોડ, ૩૨. ભદરપાડા – ચિચોંડ રોડ, ૩૩. ઘાંગડી – કાનાત ફળિયા રોડ , જ્યારે આહવા તાલુકામાં કુલ ૯ માર્ગો જેમાં ૧. ભવાનદગડ ધલચોંન્ડ આમસરવળન રોડ, ૨. બારીપાડા ચિરાપાડા રોડ, ૩. ચિકટિયા – વાઘમાલ ફળિયા રોડ, ૪. ધવલીદોડ સેન્દ્રીઆંબા રોડ, ૫. ભવાનદગઢ ધુળચોંડ આમસરળણ રોડ, ૬. ચિંચલી – ગારખડી રોડ, ૭. ઘવલીદોડ – ધુડા – પીપલાઈદેવી રોડ, ૮. જાખાના – કોટમદર રોડ, ચિકટિયા – ગાઢવી રોડ, ૯. બારીપાડા – ભાપખલ – રાનપાડા રોડ અને સુબીર તાલુકામાં ૧૩ માર્ગો જેમાં ૧. ઢોગીઆંબા લહાનકસાડ મોટીકસાડ રોડ, ૨. કાકડવિહિર ખેરિન્દ્રાં ચમારપાડા રોડ, ૩. કસાડબારી હાંડોળ રોડ, ૪. કસાડબારી દહેર ઉગા રોડ, ૫. કરંજડા પંપાસરોવર શેપુઆંબા રોડ, ૬. ચિખલી લવચાલી રોડ, ૭. હીંદળાથી ધુડા રોડ, ૮. કેળ બધીનાગાવઠા આમસરપાડા રોડ, ૯. કેશબંધ જામાલા બિલીઆંબા રોડ, ૧૦. લવચાલી પીપલાઇદેવી રોડ, ૧૧. ગારખડી નકટીયાહનવત ગોહાણ રોડ, ૧૨. આહિરપાડા ઝરી વાડિયાવન રોડ, ૧૩. કેશબંધ જામાલા બિલીઆંબા રોડ, ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી, તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે. 

જિલ્લા વહીવટી તંત્રે અવરોધાયેલા માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી છે.

આ ભારે વરસાદ કારણે આજરોજ રેસીડેન્સી સ્કુલ એકલવ્ય મહાલ શાળાના પ્રાંગણમાં પુર્ણા નદીના પાણી ભરાઇ જતાં, અહીના કુલ ૩૧૧ વિદ્યાર્થીઓને નજીકમાં આવેલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં મામલતદારશ્રી સુબીર, પીઆઇશ્રી સુબીર, ગામના આગેવાનો તેમજ સબંધિત શાળાના શિક્ષકો જોડે હાજર રહ્યાં હતાં. 

ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી.પરમાર સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી, તંત્રના સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કરી રહ્યા છે. દરમિયાન લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા, તેમનુ કાર્ય મથક નહિ છોડવાની પણ તાકીદ કરવામાં આવી છે.

જિલ્લામા કોઇપણ અનિચ્છનીય બનાવ કે ઘટના બને તો, ડાંગ જિલ્લાના કંટ્રોલ રૂમ નંબર ૦૨૬૩૧ ૨૨૦૩૪૭ તેમજ વૈકલ્પિક નંબર ૬૩૫૫૮૨૦૨૫૨ અને ટોલ ફ્રિ નંબર ૧૦૭૭ ઉપર સંપર્ક સાધવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામા આવ્યુ છે. 

Related posts

Leave a Comment