ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે વડોદરાના કરજણ તાલુકાના ગામોમાં ૯૦૦ થી વધુને સારવાર આપી

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે વડોદરાના કરજણ તાલુકાના ગામોમાં ૯૦૦ થી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે. જેમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં વેળાવદર પ્રાથમિક આરોગ્ય ટીમ દ્વારા પાંચ દિવસ વડોદરામાં રહીને કામગીરી કરવામાં આવી હતી. 

કરજણ તાલુકાના પી.એચ.સી. હાંડોદ ખાતે પાંચ દિવસમા માનપુર, હાંડોડ, સંભોય, અનસ્તુ, ખેરાડા, વીરજય એમ કુલ છ ગામોમાં મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં આશરે 900 થી વધુ લોકોને મેડિકલ સારવાર આપવામાં આવી હતી. પૂરગ્રસ્ત વિસ્તારમાં સગર્ભાબેનને મેડિકલ સારવાર આપવામાં આવી હતી તેમજ પી.એચ.સી. વેળાવદરની એમ્બયુલન્સ દ્રારા નજીકના પી.એચ.સી. ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

Related posts

Leave a Comment