હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં આજરોજ પડેલા ભારે વરસાદના કારણે આહવા-નવાપુર રોડ તથા આહવા-વઘઈ રોડ પર કેટલાક સ્થળોએ માટી ધસી આવી હતી, જેના કારણે વાહનવ્યવહારને અસર થવાની સ્થિતિ સર્જાઈ હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી જેસીબી મશીન તથા માનવબળની મદદથી માર્ગ પર ધસી આવેલી માટી દૂર કરવામાં આવી હતી. ઝડપી કામગીરીના પરિણામે બંને માર્ગો પર વાહનવ્યવહાર ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે તેમજ વાહનચાલકોને વરસાદ દરમિયાન સાવચેતીપૂર્વક વાહન હંકારી જરૂરી તકેદારી રાખવા…
Read MoreDay: July 31, 2026
માર્ગ અને મકાન(પંચાયત) વિભાગ દ્વારા વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની મરામત અને સલામતીની કામગીરી યુદ્ધના ધોરણે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વિવિધ માર્ગો અને પુલ-કોઝવે પર નુકસાન પહોંચ્યું હતું. નાગરિકોની સલામતી અને અવરજવર પૂર્વવત કરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મરામત અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં મોધલા પલાસણી રોડ (વી.આર. પ્લાન – ૨.૨૦ કિ.મી.) રોડ પર સાઈડ સોલ્ડરનું ધોવાણ થવાથી દીવાલ અને રોડ વચ્ચે કટ પડી ગયા હતા, જેનું ત્વરિત પૂરાણ કરી રસ્તો સુરક્ષિત કરવામાં આવ્યું હતું. સૂકી નદી કાંઠાના માર્ગો પર સૂકી નદીમાં ભારે વરસાદના કારણે મોટા પાયે રોડનું…
Read Moreચાલુ ચોમાસામાં સર્પદંશના બનાવોને લઈ સાવધાન રહો
હિન્દ ન્યુઝ, ડાંગ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદને કારણે સાપો અને અન્ય ઝેરી જીવજંતુઓ પોતાના દરમાંથી બહાર આવતા હોવાથી સર્પદંશના બનાવોમાં વધારો થવાની શક્યતા રહે છે. જુલાઈ-૨૦૨૬ દરમિયાન જનરલ હોસ્પિટલ, આહવા ખાતે સર્પદંશ તેમજ અન્ય ઝેરી જીવજંતુના દંશના ૬૬ જેટલા કેસ નોંધાતા આરોગ્ય વિભાગે જિલ્લાવાસીઓને વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ખેતરમાં કામ કરતી વખતે, જંગલ વિસ્તારમાં જતાં, રાત્રે બહાર નીકળતી વખતે તેમજ ઘરની આસપાસ ઘાસ-ઝાંખરા, લાકડાંના ઢગલા કે પથ્થરો નજીક કામ કરતી વખતે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. રાત્રિના સમયે હંમેશા ટોર્ચનો ઉપયોગ કરવો તેમજ…
Read Moreનાગરિકોની સુરક્ષા માટે સાઈન બોર્ડ, બેરિકેડ અને પોલીસ બંદોબસ્ત
હિન્દ ન્યુઝ, ભરૂચ 🔹 ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન (સ્ટેટ/પંચાયતના) કુલ 15 જેટલા રસ્તાઓ બંધ કરાયા. 🔹 વાલીયા તાલુકામાં માર્ગ અને મકાન (સ્ટેટ ) હસ્તકના 2 રોડ, વાલિયા વાડી રોડ, અને વાલીયા ભમાડીયા રોડ, ઝઘડીયા તાલુકાના 2 રોડ જેમાં અવિધા- સિમધરા રોડ, મહુવાડા એપ્રોચ રોડ રસ્તા મળી કુલ 4 રસ્તાઓ બંધ કરાયા. 🔹 માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્નારા વાલિયા તાલુકામાં કુલ 6 જેટલા રસ્તાઓ પેટીયા ગુંદીયા રોડ, સેવડ દોલતપોર, ભરાડીયાથી પાતલ રોડ, શીનાડા એપ્રોચ રોડ, કોયલીવાવ આશ્રમ શાળા રોડ, માલજીપુરા એપ્રોચ રોડ, પઠાર વસાવા ફળીયા, પઠાર…
Read Moreવાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP) નિયમાનુસાર અને ગુણવત્તાયુક્ત રીતે લગાવવા અંગે અમદાવાદ આરટીઓ કચેરી દ્વારા તાકીદ
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ શહેર તથા ગ્રામ્યના તમામ ઓટોમોબાઈલ ડીલરોને વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP) નિયમાનુસાર અને ગુણવત્તાયુક્ત રીતે લગાવવા અંગે અમદાવાદ આરટીઓ કચેરી દ્વારા તાકીદ કરવામાં આવી. કેન્દ્રીય મોટર વાહન નિયમ 50(V) મુજબ વાહનોમાં HSRP નંબર પ્લેટ સ્નેપ લોક ફિટિંગ સિસ્ટમથી જ લગાડવી ફરજિયાત; પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, અમદાવાદ દ્વારા અમદાવાદના તમામ ડીલરોને સરકારશ્રીના નિયમો મુજબ ગુણવત્તાયુક્ત HSRP નંબર પ્લેટ ફિટ કરવા જણાવવામાં આવ્યું. વાહનમાં ટકાઉ અને ગુણવત્તાયુક્ત નંબર પ્લેટ લગાવેલી હશે તો કોઈપણ ગુનાહિત કામગીરી દરમિયાન વાહનની ઓળખ સરળતાથી કરી શકાશે; આ સૂચનાઓની ચુસ્તપણે અમલવારી કરવા દરેક…
Read Moreઅંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા બોરભાઠા બેટના નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત
હિન્દ ન્યુઝ, અંકલેશ્વર હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખતા અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા બોરભાઠા બેટના નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત માછીમારોને નદીમાં જવાનું ટાળવા તંત્રની અપીલ. બોરભાઠા બેટના નીચાણવાળો વિસ્તાર, બોરભાઠા બેટ, સફરૂદ્દીન ગામ, ગોલ્ડન બ્રિજના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈને તંત્ર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
Read Moreવિકટ પરિસ્થિતિમાં ફરજનિષ્ઠા અને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ
હિન્દ ન્યુઝ, નડિયાદ ભારે વરસાદ વચ્ચે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે સમયસૂચકતા દાખવી નડિયાદના અંધારી આમલી ગામના 35 વર્ષીય દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. હોસ્પિટલ તરફ જવાના માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં એમ્બ્યુલન્સનો માર્ગ અવરોધિત બન્યો હતો. 108ના સેવાનિષ્ઠ કર્મીઓએ સ્થાનિક ગ્રામજનોના સહયોગથી માર્ગ પર પડેલ વૃક્ષ હટાવી દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડાયો. આ કાર્ય 108 ઇમરજન્સી સેવા દ્વારા વિકટ પરિસ્થિતિમાં પણ સમયસર અને ગુણવત્તાસભર આરોગ્યસેવા પૂરી પાડવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
Read Moreસુરતમાં ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ; ગ્રામ્ય વિસ્તારોમાંથી 1117 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લામાં સવારથી વરસી રહેલા ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાંથી 1117 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા; બારડોલી, કામરેજ, માંગરોળ, ઓલપાડ, મહુવા અને માંડવી સહિતના તાલુકાઓના નીચાણવાળા ગામોમાંથી લોકોને સ્થાનિક પ્રાથમિક શાળાઓ, શેલ્ટર હોમ્સ અને કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતરિત કરાયા. સ્થળાંતરિત કરાયેલા તમામ નાગરિકો માટે આશ્રયસ્થાનો ખાતે ભોજન અને રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા પલસાણા અને ઉમરપાડા જેવા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ નાગરિકોને અફવાઓથી દૂર રહી પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
Read Moreભારે વરસાદ વચ્ચે જિલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલ કામગીરી
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવધા ગામમાં રહેતા 30 દિવસના નવજાત બાળક અને તેની માતાની સુરક્ષાને પ્રાથમિકતા આપતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી; સંભવિત જોખમને ધ્યાનમાં રાખી બંનેને દેવધા ગામેથી સુરક્ષિત રીતે અમલસાડ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા. નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત જોખમોને ટાળવા માટે અગમચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
Read Moreડાંગ જિલ્લાના તમામ નાગરિકોને અગત્યની અપીલ
હિન્દ ન્યુઝ, ડાંગ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને સતર્ક રહેવા અને નીચે દર્શાવેલ સાવચેતીઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે. ભારે વરસાદ, પવન અને પૂર જેવી પરિસ્થિતિમાં સાવચેતી રાખવી એ જ સલામતીનું શ્રેષ્ઠ સાધન છે. કૃપા કરીને નીચે મુજબની સાવચેતી રાખો: ૧. ભારે વરસાદ, પવન, વીજળી અને પૂર જેવી પરિસ્થિતિમાં જરૂર ન હોય તો ઘર બહાર ન નીકળો. આકાશી વીજળી દરમિયાન સુરક્ષિત મકાનમાં આશરો લો. ૨. નદી, નાળા, ઓવરટોપિંગ રોડ, ઓવરટોપિંગ કોઝવે, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી…
Read More