🚨 ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે તંત્ર સંપૂર્ણ સજ્જ!

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં તમામ વિભાગોને 24×7 સ્ટેન્ડબાય રહી ઝડપી રાહત અને બચાવ કામગીરી કરવા સૂચના આપવામાં આવી. 📌 મુખ્ય અપડેટ્સ: ✅ છેલ્લા 48 કલાકમાં બંધ થયેલા તમામ 41 આંતરિક માર્ગો ફરી શરૂ 🌳 રસ્તા પર પડેલા 18 વૃક્ષો તાત્કાલિક દૂર કરાયા ⚡ 53માંથી 25 વીજપોલનું રીસ્ટોરેશન પૂર્ણ, બાકીના પર કામગીરી ચાલુ 🏥 42 આરોગ્ય ટીમો દ્વારા 20,512 લોકોનું આરોગ્ય સર્વેક્ષણ 💊 ORS અને ક્લોરીનની ગોળીઓનું વિતરણ, સર્પદંશની સારવાર માટે પૂરતો દવાનો જથ્થો ઉપલબ્ધ 📢 હવામાનની આગાહી અને…

Read More

ગાંધીનગર જિલ્લામાં અતિભારે વરસાદની ‘રેડ એલર્ટ’ સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેની જાહેર અપીલ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     ગાંધીનગર જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખતા, ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓને પગલે ‘રેડ એલર્ટ’ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી હોય, તમામ નાગરિકોએ પૂરતી સાવચેતી વર્તવી અને કોઈ પણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં. વહીવટી તંત્ર દ્વારા આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને સંવેદનશીલ વિસ્તારોમાં મોકલી દેવામાં આવી છે.    વરસાદના કારણે જો કોઈ પણ રોડ રસ્તા બંધ…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં આગામી ૨ દિવસ ભારે વરસાદની આગાહી સંદર્ભે નાગરિકો માટે સાવચેતીની માર્ગદર્શિકા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     હવામાન વિભાગ દ્વારા આગામી ૨ દિવસ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર, ડિઝાસ્ટર શાખા દ્વારા જાહેર જનતાની સુરક્ષા અને સલામતી અર્થે ખાસ સાવચેતી રાખવા અને માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. શું કરવું :-  હવામાન વિભાગની આગાહી અને જિલ્લા વહીવટી તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું. અતિ આવશ્યક સ્થિતિ સિવાય ઘરની બહાર ન નીકળવું. વીજળીના કડાકા-ભડાકા સમયે ઘરમાં રહેલાં વિદ્યુત ઉપકરણો બંધ રાખવા.પાણી ભરાયેલા વિસ્તારો તેમજ નદી-નાળાઓથી સુરક્ષિત અંતર જાળવવું. મોબાઈલ ચાર્જ રાખવો તેમજ ટોર્ચ, જરૂરી…

Read More

નેત્રંગમાં રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગની ત્વરિત કામગીરી; વિવિધ વિસ્તારોમાં સઘન આરોગ્ય સર્વેલન્સ

હિન્દ ન્યુઝ, નેત્રંગ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં વરસાદી પાણી ઓસરતાં પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે આરોગ્ય ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના ઘરોની રૂબરૂ મુલાકાત લઈને તાવ, શરદી અને ઉધરસ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓનું સ્થળ પર જ સ્ક્રીનિંગ અને તપાસ કરવામાં આવી રહી છે. જરૂરિયાતમંદોને ORS અને ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ પીવાના પાણીના કૂવાઓનું ક્લોરીનેશન કરવા ઉપરાંત શાળાના બાળકો અને નાગરિકોને સ્વચ્છતા તથા આરોગ્ય જાગૃતિ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

Read More

માંગરોળ તાલુકામાં જનસ્વાસ્થ્યની સુરક્ષા માટે આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતોનો સરાહનીય પ્રયાસ!

હિન્દ ન્યુઝ, માંગરોળ     ચોમાસાની ઋતુમાં વાહકજન્ય અને જન્ય રોગચાળો ન ફેલાય તે માટે માંગરોળની વિવિધ ગ્રામ પંચાયતો ખાતે યુદ્ધના ધોરણે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. ગામજનોના આરોગ્યની જાળવણી માટે હાથ ધરવામાં આવેલી મુખ્ય કામગીરી: – ક્લોરીનેશન (Chlorination): પીવાના પાણીની શુદ્ધતા જાળવવા માટે પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશન કરવામાં આવ્યું. – હેલ્થ ચેકઅપ (Health Check-up): ગ્રામજનો માટે સ્થળ પર જ આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન. – દવા વિતરણ (Medicine Distribution): જરૂરિયાતમંદ નાગરિકોને જરૂરી દવાઓનું વિતરણ. – દવાનો છંટકાવ (DDT/Insecticide Spray): પાણી ભરાયેલા વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દવાઓનો છંટકાવ કરાયો.

Read More

વલસાડ જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી રેમ્યા મોહને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી પરિસ્થિતિને પહોચી વળવા જરૂરી સૂચનો કર્યા

હિન્દ ન્યુઝ, વલસાડ  વલસાડ જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી રેમ્યા મોહને વલસાડ જિલ્લાના વહીવટી તંત્ર સાથે પૂર બાદ ઊભી થયેલી પરિસ્થિતિને પહોચી વળવા માટે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા.          જિલ્લામાં બચાવ અને રાહત તેમજ સફાઈ કામગીરી ઝડપી અને વધુ સુદ્રઢ રીતે થાય તે માટે વધારાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોવાનું કહી બેઠકમાં પ્રભારી સચિવએ આ અધિકારીઓને તેમની કામગીરી અંગે વિગતે સમજ આપી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું. તેમણે સફાઈ કામગીરીને વેગ આપવા માટે નગરપાલિકા ચીફ ઓફિસરોને વધારાના સફાઈ કર્મીઓ ફાળવવા પણ જણાવ્યું હતું તેમજ…

Read More

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્થળ પર પહોંચી નિરીક્ષણ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ભારે વરસાદને કારણે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ જાતે પાણીમાં ઉતરી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો. મુખ્યમંત્રીએ રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ, સાધનો અને વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચનાઓ આપી.

Read More

ગાંધીનગર જિલ્લા તંત્ર અલર્ટ: ભારે વરસાદની આગાહીને પગલે સમીક્ષા બેઠક

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલ તાલુકાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તમામ તૈયારીઓનો તાગ મેળવવામાં આવ્યો હતો. 📌 બેઠકના મુખ્ય મુદ્દા અને તંત્રના આદેશો સંકટ સમયે હેડક્વાર્ટર છોડવા પર મનાઈ: ડિઝાસ્ટર મેનેજમેન્ટ દરમિયાન કોઈ પણ અધિકારી કે કર્મચારી હેડક્વાર્ટર છોડી શકશે નહીં. સુરક્ષિત સ્થળાંતર: નીચાણવાળા વિસ્તારો અને જર્જરિત મકાનોમાંથી નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના. ઇમરજન્સી બેકઅપ: જેસીબી, કટર મશીન અને ટ્રેક્ટર જેવાં સંસાધનોનું એક્સ્ટ્રા બેકઅપ તેમજ એજન્સીઓ/માલિકોના સંપર્ક નંબરની યાદી તૈયાર. સુરક્ષા અને બચાવ કામગીરી:…

Read More

સાવચેતીના પગલારૂપે હળવદ તાલુકાના દીઘડિયા ગામે લોકોની અવરજવર માટે રસ્તો બંધ કરાયો

હિન્દ ન્યુઝ, મોરબી     મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે સ્થાનિક નાગરિકોની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપતા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હળવદ તાલુકાના દીઘડિયા ગામે કોઝ વે પર પાણીના ભારે પ્રવાહને ધ્યાને રાખીને, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે લોકો તેમજ વાહનવ્યવહારની અવરજવર માટે રસ્તો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ગ્રામજનો તથા વાહનચાલકોને સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, બંધ કરવામાં આવેલા માર્ગ પર જવાનું સાહસ ન કરવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરી સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં…

Read More

વલસાડ જિલ્લામાં જનજીવન ધબકતું કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક બોલાવી

હિન્દ ન્યુઝ, વલસાડ      વલસાડ જિલ્લામાં પુરની પરિસ્થિતિ બાદ જનજીવન થાળે પડે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ શુક્રવારે સવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી, જેમાં જે વિસ્તારમાં પૂરના પાણી ઓસર્યા હોય તે વિસ્તારોમાં ઝડપભેર સર્વે પૂર્ણ થાય, કેશ ડોલ અને રાશન કીટનું વિતરણ, રોડ રસ્તાનું રીપેરીંગ અને વહેલીતકે સર્વે પૂર્ણ કરી નુક્શાનીના ક્લેઇમ મંજુર કરવા સહિતની અનેકવિધ કામગીરી અંગે આદેશ કર્યા હતા.  પુર બાદ વલસાડ જિલ્લાને ઝડપભેર બેઠો કરવા માટે બોલવાયેલી આ મહત્વપૂર્ણ મિટિંગમાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ…

Read More