હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ તાલુકાની સાકરદા પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકાથી ધોરણ-૮ ના કુલ ૧૯૦ વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રોત્સાહક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્માઈલ ફાઉન્ડેશન તરફથી ક્રોક્સ (ફૂટવેર), તાલુકા પંચાયત પ્રમુખશ્રી તરફથી તિથિ ભોજન અને દાહોદ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ તરફથી ગિફ્ટ આપવામાં આવ્યા હતા. જેમાં બાળકોને બચત ગલ્લા, પેન, ચોકલેટ અને બિસ્કીટ પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ દ્વારા બાળકોને સફાઈ, નિયમિતતા અને જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં સ્માઈલ ફાઉન્ડેશન ટીમ, નાયબ મામલતદારશ્રી ભાવિકભાઈ પંચાલ, શિક્ષકશ્રી સતિષકુમાર પરમાર…
Read MoreDay: July 22, 2026
અનાથ અને નિરાધાર બાળકો માટે સરકારની સંવેદનશીલ પહેલ : સથવારો બનેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ
હિન્દ ન્યુઝ, દાહોદ બાળકોનું સુરક્ષિત બાળપણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આત્મનિર્ભર ભવિષ્ય એ કોઈપણ સમાજના વિકાસનો આધાર છે. અનાથ, નિરાધાર અને સંવેદનશીલ પરિસ્થિતિમાં જીવતા બાળકોને સમાજની મુખ્યધારામાં જોડવા માટે જિલ્લા બાળ સુરક્ષા કચેરી દ્વારા વિવિધ યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આ યોજનાઓના માધ્યમથી અનેક બાળકોને સુરક્ષા, શિક્ષણ અને આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જિલ્લા બાળ સુરક્ષા એકમ : સંવેદનશીલ બાળકો માટે સુરક્ષાનું છત્ર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, દાહોદ ખાતે સરકારના નિયમો…
Read Moreગુરુ ગોવિંદ લીમડી તાલુકા અને ઝાલોદ તાલુકાની આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોશી
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો સુધીર જોશી એ ગુરુગોવિંદ લીમડી તાલુકો અને ઝાલોદ તાલુકાની આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી દરમિયાન કેન્દ્રની દૈનિક કામગીરી, લાભાર્થીઓને આપવામાં આવતી સેવાઓ, બાળકોની હાજરી, પૂરક પોષણ આહાર વિતરણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ, સ્વચ્છતા વ્યવસ્થા તથા રજીસ્ટરોની જાળવણીનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્ર પર હાજર લાભાર્થી તથા સગર્ભા ધાત્રી અને બાળકોના વાલીઓ સાથે મળતા લાભ અંગે સમીક્ષા કરી હતી આંગણવાડી કેન્દ્ર પર બનેલ ગરમ નાસ્તો જમવાનું તેની ગુણવત્તાનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કર્યું હતું તથા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ…
Read Moreવોકિંગથી શરૂ થયેલી સફર હવે બની સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી
હિન્દ ન્યુઝ, દાહોદ પ્રાકૃતિક ખેતી:આત્મા પ્રોજેક્ટ દાહોદ શહેરના ઐતિહાસિક છાબ તળાવ ખાતે રિડેવલપમેન્ટ બાદ રોજ મોટી સંખ્યામાં લોકો સવાર-સાંજ વોકિંગ, દોડ, યોગ અને કસરત માટે આવે છે. આ જ સ્થળે આત્મા પ્રોજેક્ટ દ્વારા શરૂ કરાયેલા ‘પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’ એ હવે નાગરિકોમાં સ્વાસ્થ્યપ્રદ આહાર અંગે નવી જાગૃતિ લાવી છે. દાહોદના રહેવાસી જિગ્નેશભાઈ ભૂરિયા પણ દરરોજ સ્વાસ્થ્ય માટે છાબ તળાવ પર વોકિંગ કરવા આવતા હતા. એક દિવસ તેમની નજર અહીં શરૂ થયેલા પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર પર પડી. શરૂઆતમાં તેમણે જિજ્ઞાસાવશ અહીંથી શાકભાજી ખરીદ્યાં, પરંતુ ગુણવત્તા, તાજગી અને…
Read Moreસ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – ગાંધીનગર ખાતે વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠકમાં વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટી તંત્રની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા આવતીકાલે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના: ડેમની વર્તમાન સપાટી પર સતત નિરીક્ષણથી લઈને વીજ પુનઃસ્થાપન સહિતીની કામગીરી માટે સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત આપાતકાલીન સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી ઝડપથી થઈ શકે તે માટે NDRF અને SDRFની ટુકડીઓને જરૂરી તમામ સાધન-સામગ્રી સાથે સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત
Read Moreસ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતા રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જુલાઈ-2026નો રાજ્ય સ્વાગત તા. 23મી જુલાઈ ગુરૂવારના રોજ યોજાશે નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો તા. 23મી જુલાઈના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે
Read Moreડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે સર્પદંશના ત્રણ બનાવ નોંધાયા
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે સર્પદંશની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન, ગઈ રાત્રે જિલ્લામાં સર્પદંશના કુલ ત્રણ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. સર્પદંશનો ભોગ બનેલા દર્દીઓની પ્રાપ્ત વિગતો મુજબ (૧) શ્રી હસમુખભાઈ રમેશભાઈ આહીર (ઉંમર 35 વર્ષ), ગામ: ચીખલી (લવચાલી), (૨) શ્રી હીરાભાઈ કાળુભાઈ ભોયે (ઉંમર 55 વર્ષ), ગામ: ગારખડી, તથા (૩) શ્રી શૈલેષભાઈ બાપુભાઈ બરડે (ઉંમર 22 વર્ષ), ગામ: સાવરપાડા. આ ત્રણે દર્દીઓને તાત્કાલિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. જિલ્લામાં છેલ્લા…
Read Moreડાંગ જિલ્લામાં આગામી ત્રણ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની સંભાવના
હિન્દ ન્યુઝ, ડાંગ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે તા. 22 જુલાઈ, 2026ના રોજ સવારે 4:00 વાગ્યે જાહેર કરાયેલી આગાહી મુજબ આગામી ત્રણ કલાક દરમિયાન ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે હળવા ગાજવીજ અને પ્રતિ કલાક 40 કિ.મી.થી ઓછી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ વાદળમાંથી જમીન પર વીજળી પડવાની સંભાવના ઓછી (30 ટકાથી ઓછી) હોવાનું પણ જણાવાયું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડાંગ જિલ્લાના નાગરિકોને અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા તેમજ નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા…
Read Moreડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે 13 ગ્રામ્ય માર્ગો અસ્થાયી ધોરણે બંધ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં સતત વરસાદને કારણે અનેક કોઝવે પર પાણી ફરી વળતા (ઓવરટોપિંગ) જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 13 ગ્રામ્ય માર્ગો અસ્થાયી ધોરણે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ, આહવા દ્વારા તા. 22 જુલાઈ, 2026ના રોજ સવારે 9:30 કલાકની સ્થિતિ મુજબ આ માહિતી જાહેર કરવામાં આવી છે. બંધ કરાયેલા મોટાભાગના માર્ગો પર કોઝવે ઉપરથી પાણી વહેતા હોવાથી સુરક્ષાના હેતુસર વાહનવ્યવહાર રોકવામાં આવ્યો છે. સંબંધિત વિસ્તારો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગે…
Read More“કેચ ધ રેઈન”: જળ સંરક્ષણ માટે એક નવી રાષ્ટ્રીય અપીલ
હિન્દ ન્યુઝ, ડાંગ વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમના 135મા એપિસોડમાં, તેમણે દેશના નાગરિકોને વરસાદની દરેક બુંદને બચાવવા, અને સમગ્ર દેશમાં જળ સંરક્ષણની ગતિ ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી. આ હાકલના પ્રતિભાવમાં, તા.4 જુલાઈથી લઈ 4 ઓગસ્ટ 2026 દરમિયાન વરસાદી પાણીના સંગ્રહ, ભૂગર્ભજળ રિચાર્જ, પરંપરાગત જળાશયોના પુનઃસ્થાપન, વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ અને જનભાગીદારીને વધુ તીવ્ર બનાવવા માટે એક કેન્દ્રિત રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. “કેચ ધ રેઈન : આ મિશન દ્વારા, આપણે સામૂહિક રીતે વરસાદી પાણીની દરેક બુંદને બચાવવી પડશે. મારી ખાસ અપીલ છે કે વરસાદી પાણીના…
Read More