હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ તાલુકાની સાકરદા પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકાથી ધોરણ-૮ ના કુલ ૧૯૦ વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રોત્સાહક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્માઈલ ફાઉન્ડેશન તરફથી ક્રોક્સ (ફૂટવેર), તાલુકા પંચાયત પ્રમુખશ્રી તરફથી તિથિ ભોજન અને દાહોદ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ તરફથી ગિફ્ટ આપવામાં આવ્યા હતા. જેમાં બાળકોને બચત ગલ્લા, પેન, ચોકલેટ અને બિસ્કીટ પણ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ દ્વારા બાળકોને સફાઈ, નિયમિતતા અને જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવામાં સ્માઈલ ફાઉન્ડેશન ટીમ, નાયબ મામલતદારશ્રી ભાવિકભાઈ પંચાલ, શિક્ષકશ્રી સતિષકુમાર પરમાર અને શાળા પરિવારે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે SMC સભ્યો, સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા અને આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.
