હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતા રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જુલાઈ-2026નો રાજ્ય સ્વાગત તા. 23મી જુલાઈ ગુરૂવારના રોજ યોજાશે
નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો તા. 23મી જુલાઈના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે
