ગુરુ ગોવિંદ લીમડી તાલુકા અને ઝાલોદ તાલુકાની આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોશી

હિન્દ ન્યુઝ, દાહોદ 

   દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો સુધીર જોશી એ ગુરુગોવિંદ લીમડી તાલુકો અને ઝાલોદ તાલુકાની આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી

દરમિયાન કેન્દ્રની દૈનિક કામગીરી, લાભાર્થીઓને આપવામાં આવતી સેવાઓ, બાળકોની હાજરી, પૂરક પોષણ આહાર વિતરણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ, સ્વચ્છતા વ્યવસ્થા તથા રજીસ્ટરોની જાળવણીનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આંગણવાડી કેન્દ્ર પર હાજર લાભાર્થી તથા સગર્ભા ધાત્રી અને બાળકોના વાલીઓ સાથે મળતા લાભ અંગે સમીક્ષા કરી હતી આંગણવાડી કેન્દ્ર પર બનેલ ગરમ નાસ્તો જમવાનું તેની ગુણવત્તાનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કર્યું હતું તથા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ બરાબર અપાય છે કે કેમ તથા બાળગીત અભિનય ગીત પાયાનું જ્ઞાન બાળકોને અપાય છે કે કેમ તે બાળકો સાથે રમત રમતમાં જાણ્યું 

• આંગણવાડી કેન્દ્રમાં શાળાએ જતી ન જતી કિશોરીની સમીક્ષા

• બાળકોના વજન અને ઊંચાઈ માપણી સહિત વૃદ્ધિ મોનિટરિંગની કામગીરી.

• સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને આપવામાં આવતી સેવાઓની સમીક્ષા.

• પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત શૈક્ષણિક પ્રવૃત્તિઓનું અવલોકન.

• આંગણવાડી કેન્દ્રમાં ઉપલબ્ધ શૈક્ષણિક સાધનો, રમકડાં અને બાળકો માટે અનુકૂળ વાતાવરણની ચકાસણી.

• વિવિધ ઓનલાઈન પોર્ટલમાં કરવામાં આવતી એન્ટ્રીઓની સમીક્ષા.(AVT) સુપોષિત દાહોદ, પોષણ ટ્રેકર, THR વિતરણ વગેરે….

• બાળકોના આરોગ્ય, આંગણવાડી કેન્દ્રની સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે માર્ગદર્શન.

• સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી યોગ્ય રીતે પહોંચે છે કે નહીં તેની સમીક્ષા.

અધિકારીએ કામગીરી દરમિયાન જોવા મળેલા નાના-નાના મુદ્દાઓ અંગે આંગણવાડી કાર્યકર બહેન તથા તેડાગર બહેન ને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કેન્દ્રને વધુ વ્યવસ્થિત, સ્વચ્છ અને બાળમિત્ર બનાવવા તેમજ તમામ સેવાઓ સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂરી પાડવા માટે સૂચનો કર્યા હતા.

મુલાકાતના અંતે અધિકારીએ કેન્દ્રની સારી કામગીરી બદલ કાર્યકર બહેનોને અભિનંદન પાઠવ્યા તેમજ ભવિષ્યમાં પણ સરકારની યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવા (લાભાર્થી કવરેજ) માટે સતત કાર્યરત રહેવા અનુરોધ કર્યો હતો.

Related posts

Leave a Comment