હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના નાગરિકોને છેવાડાના ગામડાં સુધી સર્વોત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે સરકાર સતત કટિબદ્ધ છે, જેના ભાગરૂપે રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનસેરીયાએ જામનગર તાલુકાના વસઈ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ કેન્દ્ર ખાતે ઉપલબ્ધ તમામ તબીબી સંસાધનો, દવાઓનો જથ્થો અને ગ્રામજનોને અપાતી દૈનિક આરોગ્ય સેવાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી ઝીણવટભરી સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લેબોરેટરી વિભાગ, દવા વિતરણ કેન્દ્ર, પુરુષ તથા મહિલા જનરલ વોર્ડ અને વેક્સિન રૂમ સહિતના વિવિધ વિભાગોની વ્યક્તિગત મુલાકાત લીધી…
Read MoreDay: June 26, 2026
શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાનો સંવેદનશીલ અભિગમ
હિન્દ ન્યુઝ, જામનગર શાળા છોડી ગયેલા બાળકોના ઘરે રૂબરૂ મુલાકાત લઈ ફરી શિક્ષણ તરફ વાળ્યા મહેસાણા જિલ્લાના સતલાસણા, ડભાડ અને મહિયલ ખાતે યોજાયેલ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૬’ માત્ર એક સરકારી ઔપચારિકતા પૂરતો મર્યાદિત ન રહેતા, રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના સંવેદનશીલ અભિગમનો સાક્ષી બન્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતા શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી. શૈક્ષણિક કાર્યક્રમો પૂર્ણ થયા બાદ, શિક્ષણ મંત્રીશ્રીએ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા રાજ્ય સરકારના નિર્ધારને ચરિતાર્થ…
Read More