‘ડાયમંડ બુર્સ’ ખાતે ચેતક કમાન્ડો ફોર્સ અને સુરત પોલીસ દ્વારા આતંકવાદી હુમલા સમયે સંતર્કતાના ભાગરૂપે હાઈ-ઇન્ટેન્સિટી એન્ટી-ટેરરિસ્ટ મોક ડ્રીલ યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત     હિરા ઉદ્યોગના ગૌરવ સમાન ખજોદ સ્થિત ‘સુરત ડાયમંડ બુર્સ’ની અભેદ સુરક્ષાને સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ઉચ્ચ સ્તરીય મોક ડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.                   સંભવિત આતંકવાદી હુમલાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત શહેર પોલીસ, અન્ય સુરક્ષા એજન્સીઓ અને રાજ્યની ટોચની સુરક્ષા એજન્સીઓના સંકલનથી આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલ પોલીસ ડિપાર્ટમેન્ટના ડીસીપીશ્રી બરવાલેના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં ઓપરેશન કમાન્ડર તરીકે રાજ્યના સ્પેશિયલ એન્ટી-ટેરર યુનિટ એવા ‘ચેતક કમાન્ડો ફોર્સ’ના ડીવાયએસપી બી.કે ગુંદાણીએ…

Read More

જનજાતિ ગરીમા ઉત્સવ-૨૦૨૬ જન ભાગીદારી-સબસે દૂર સબસે પાસ અભિયાન

હિન્દ ન્યુઝ, સુરત       દેશના નાનામાં નાના અને છેવાડાના માણસને જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય તેમજ વંચિતોને વિકાસની અગ્રીમ હરોળમાં લાવવાના આશયથી આદિજાતિ, આદિમજૂથની જાતિઓની ખૂટતી સુવિધાઓ પૂરી કરવા માટે ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન – પીએમ જનમન’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેને આગળ વધારતા તા.૧૮ મેથી તા.૨૫મી મે દરમિયાન સુરત જિલ્લાના તમામ તાલુકાઓના ૩૩ ગામોમાં જનજાતિ ગરીમા ઉત્સવ-૨૦૨૬ જન ભાગીદારી-સબસે દૂર સબસે પાસ અભિયાન હેઠળ જનભાગીદારીના કેમ્પો યોજાયા હતા. આ કેમ્પોમાં ધારાસભ્યો તથા અન્ય જિલ્લા-તાલુકાના પંચાયતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં લોકોએ મોટી સંખ્યામાં જનકલ્યાણકારી…

Read More

આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સરકારી છાત્રાલયોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તક સંચાલિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક કક્ષાના સરકારી છાત્રાલયોમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ, જે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. વિભાગ દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ અરજદારોને તા. 22 મે 2026 થી તા. 31 મે 2026 દરમિયાન ઓનલાઈન પોર્ટલ મારફતે અરજી કરવાની રહેશે. અરજી માટેનું પોર્ટલ [vky.gujrat.gov.in](http://vky.gujrat.gov.in?utm_source=chatgpt.com) પર ઉપલબ્ધ છે. અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો, માર્ગદર્શિકા…

Read More

મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ         રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠકમાં અંદાજે રૂપિયા ૧૯.૩૧ કરોડના ૬૩૧ કામોને મંજૂરી આપવામાં આવી છે.  જિલ્લાના પ્રભારી મંત્રી સાથે ઉર્જા રાજ્ય મંત્રી તથા જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયાની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં ૮ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧૩.૭૩ કરોડના ૪૮૩ કામોને મંજૂરી આપવામાં આવી છે, જિલ્લાની ૭ નગરપાલિકા પૈકી ૫ નગરપાલિકાના રૂ. ૨.૦૭ કરોડના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે, વર્ષ ૨૦૨૪-૨૫ના ૮૭- વિસાવદર ધારાસભ્યના ફંડમાંથી રૂ.૧.૪૩ કરોડના…

Read More

પ્રભવ જોશીએ આજે વસ્તી ગણતરી – ૨૦૨૭ અંતર્ગત ડિજિટલી સ્વ- ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશીએ આજે વસ્તી ગણતરી – ૨૦૨૭ અંતર્ગત ડિજિટલી સ્વ- ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તેમણે વસ્તી ગણતરીને દેશ માટે ખૂબ અગત્યની પ્રક્રિયા ગણાવતા કહ્યું હતું કે, દેશના ભવિષ્યના આયોજન માટે વસ્તી ગણતરીનો ડેટા આધારરૂપ છે. આ જનગણનાની માહિતીના આધારે લોકોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે નીતિ ઘડતર પણ થતું હોય છે. તેમણે ખાસ જૂનાગઢવાસીઓને દેશ પ્રત્યેનું એક કર્તવ્ય માનીને se.census.gov.in પોર્ટલ પર સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વ-ગણતરી કરવા માટે અનુરોધ કર્યો હતો.  પ્રભવ જોષીએ જણાવ્યું કે, ડિજિટલી વસ્તી ગણતરી મિનિટોમાં પૂર્ણ થઈ…

Read More

વર્ચ્યુઅલી જિલ્લાની પ્રિ- મોન્સૂનની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી તથા સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયાએ આજે જિલ્લા આયોજન મંડળની બેઠક પૂર્ણ થયા બાદ વર્ચ્યુઅલી જિલ્લાની પ્રિ- મોન્સૂનની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.  પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાએ ડો. પ્રિ- મોન્સૂનની કામગીરીની સમીક્ષા કરતા આગામી ચોમાસામાં સંભવત પૂર, વાવાઝોડા વગેરે આપત્તિમાં લોકો અને તેમના જાન માલને નુકસાન ન થાય તે પ્રકારે પૂર્વ તૈયારીઓ રાખવા સૂચના આપી હતી. ઉપરાંત આપત્તિની સ્થિતિમાં લોકોના સ્થળાંતરની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યા…

Read More