શ્રીમદ્ રાજચંદ્ર વિધાપીઠ ખાતે ત્રિદિવસીય નેશનલ વર્કશોપનું સફળ આયોજન

હિન્દ ન્યુઝ, વલસાડ     શ્રીમદ્ રાજચંદ્ર વિધાપીઠ ધરમપુર ખાતે ૪ થી ૬ ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન “નેશનલ હેન્ડ્સ-ઓન વર્કશોપ ઑન મોલેક્યુલર ટેક્નિક્સ ફોર ઇનોવેશન, લર્નિંગ એન્ડ એક્સપ્લોરેશન” વિષય પર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સ્તરની વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ માર્ગદર્શન હેઠળ ધરમપુરમાં કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ આજે માત્ર એક શિક્ષણ કેન્દ્ર તરીકે નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતના ઉભરતા રિસર્ચ અને પ્રયોગાત્મક શિક્ષણના હબ તરીકે પ્રગતિ પામી રહી છે. તેનું કારણ છે, આજના વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીપ્રધાન યુગમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, પ્રયોગાત્મક ચોકસાઈ, ડેટા વિશ્લેષણ ક્ષમતા તથા નવીનતાપ્રેરિત વિચારશક્તિનો વિકાસ થાય…

Read More