હિન્દ ન્યુઝ, ડાંગ ખેડૂતોને સમગ્ર પ્રક્રિયામાં સહકાર આપવા અને કોઇપણ અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવવા ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો ભારત સરકારની ‘એગ્રીસ્ટેક’ યોજના હેઠળ ખેતીમાં આધુનિકતા લાવવાના ઉદ્દેશથી ડિજિટલ ક્રોપ સર્વેની કાર્યપ્રણાલી અમલમાં મૂકવામાં આવેલ છે. આ કાર્યને વધુ ચોક્કસ અને પારદર્શક બનાવવા માટે, સરકારે AI બોટ સિસ્ટમ દ્વારા ડેટા વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી છે. હાલમાં રવિ ઋતુ દરમિયાન, સર્વેયરો દ્વારા ખેતરોની મુલાકાત લઈને મોબાઇલ એપ્લિકેશન દ્વારા પાકના ભૌગોલિક સ્થાન (જીઓ-ટેગ) સાથે ફોટા અને વિગતો રેકોર્ડ કરવામાં આવેલ છે. આ ડેટાની સચોટતા સુનિશ્ચિત કરવા AI બોટનો ઉપયોગ કરવામાં આવી…
Read MoreDay: February 19, 2026
જૂનાગઢ ખાતે જન્મને ઉત્સાહભેર વધાવવા “દીકરી વધામણા કીટ” વિતરણ કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તથા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ દીકરીના જન્મને ઉત્સાહભેર વધાવવા “દીકરી વધામણા કીટ” વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવા તેમજ “બેટી બચાવો, બેટી પઢાઓ “અભિયાનને વધુ બળ આપવાનો હતો. “બેટી બચાવો, બેટી પઢાઓ ” જેવા સરકારી અભિયાનને વધુ બળ આપવા માટે દીકરીના જન્મને વધાવવા સિવિલ હોસ્પિટલ ખાતે તેમજ વિવિધ તાલુકાઓમાં “દીકરી વધામણા કીટ” વિતરણનું આયોજન કરેલ. આ માત્ર…
Read Moreસરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે સાયકોલોજિકલ વેલનેસ પ્રોગ્રામના માધ્યમથી વિધાર્થીઓના સ્ટ્રેશ મેનેજમેન્ટ માટે મેન્ટલ હેલ્થ અવેરનેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગામમાં ડો. રમેશ પરમાર , એમ ડી સાયકાટ્રીસ્ટ , રાજ હોસ્પિટલ દાહોદને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહીને સારી રીતે અભ્યાસ કરી શકે એ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે પ્રોગ્રામમાં માનસિક રોગ અને તેના નિદાન માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. વિધાર્થીઓએ નિદાન પધ્ધતિ , સ્ટ્રેસની નાબુદીની સઘન માહિતી મેળવી હતી. આ પ્રોગ્રામનું આયોજન નેશનલ ટાસ્ક ફોર્સના નેજા…
Read Moreમાંડવી ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ટ્રાફિક જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, માંડવી માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમો પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુથી માંડવીની વી કેર નર્સિંગ કોલેજ ખાતે પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) બારડોલી, સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ‘ટ્રાફિક જનજાગૃત્તિ અભિયાન’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું એ અધિકાર સાથે એક મોટી જવાબદારી પણ છે. તેમણે ‘સેવ યુવાધન’ અભિયાન હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને ‘ટ્રાફિક ગુરૂ’ બની સમાજમાં ટ્રાફિક સિવિક સેન્સ…
Read Moreભારતના સીફૂડ નિકાસને મજબૂત કરવા ગુજરાતની નવી પહેલ
હિન્દ ન્યુઝ, વેરાવળ વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસ ફ્રેમવર્ક લૉન્ચ કરાશે; આ નવું માળખું માછીમારોને ઊંડા સમુદ્રી વિસ્તારોમાં માછીમારી માટે સત્તાવાર પરવાનગી મેળવવાનું સરળ બનાવશે. એક્સેસ પાસની પહેલ પરંપરાગત અને નાના પાયાના માછીમારો, સહકારી મંડળીઓ, સ્વ-સહાય જૂથો અને મત્સ્યઉદ્યોગ ઉત્પાદક સંગઠનો (FFPO)ને સશક્ત બનાવશે, ઊંડા સમુદ્રી વિસ્તારોમાં ટુના જેવી ઉચ્ચ-મૂલ્યની પ્રજાતિઓને પકડવામાં મદદ કરશે તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણોનું યોગ્ય ટ્રેકિંગ અને પાલન પણ સુનિશ્ચિત કરશે. આ પહેલ સરકારના બ્લુ ઇકોનોમી વિઝન સાથે સુસંગત છે, જે સુનિશ્ચિત કરે છે કે ભારતના સીફૂડ નિકાસના લાભો સીધા…
Read Moreજૂનાગઢ દ્વારા સ્કુલનાં વિધાર્થીઑ માટે “રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ” અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનાર યોજાયો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લાનાં યુવાઓને રોજગાર અને કારકિર્દીને લાગતુ માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી કાર્યરત છે. જિલ્લાનાં યુવાઓ પોતાની નોંધણી થકી રોજગાર કચેરીની જુદી-જુદી સેવાઓ મેળવી શકે છે. જિલ્લા રોજગાર કચેરી-જુનાગઢ દ્વારા જિલ્લાનાં યુવાઓ કચેરીના લાભોનો મહતમ લાભ લઈ શકે તેમજ યુવાઓના શ્રમ-શક્તિ નાણાંનો વ્યય અટકાવાનાં આશયથી જિલ્લાની શાળા-કોલેજો-ઔધોગીક સંસ્થાઓમા નામ નોંધણી કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે અન્વયે ગ્રામ પંચાયત હાઈસ્કૂલ –બીલખા ખાતે જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ દ્વારા સ્કુલનાં વિધાર્થીઑ માટે “રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ” અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો.…
Read Moreવલસાડના વાંકલમાં ૩૧ ફૂટ ઊંચા રુદ્રાક્ષ શિવલિંગના દર્શને ભક્તો ઉમટ્યા
હિન્દ ન્યુઝ, વલસાડ ક્યાંક દીવાલો પર ડમરું સાથેના મહાદેવ અન્ય દેવ-દેવતાના ચિત્રો,રસ્તાની બંને બાજુ પ્રગટેલા ધુણા પર ભભૂતી લગાવી શિવનું નામ જપતા બ્રાહ્મણો અને હરિહરના નાદ સાથે જલારામ બાપાની તસવીર સામે ચાલતી ભોજનની અવિરત સેવામાં રુદ્રાક્ષ શિવલિંગ વધુ ઘેરુ બની રહ્યું હતું. મહાશિવરાત્રિએ વિશેષ યજ્ઞ-પૂજાનું આયોજન કરાયું ૩૧ ફૂટ ઊંચા અને ૩૧ લાખ રુદ્રાક્ષથી બનેલા શિવલિંગમાં ૧૦૮ કુંવારીકાઓનું પૂજન,૨૫ થી વધુ બોટલ રક્ત ઉપરાંત શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલના સહયોગથી આઈ કેમ્પમાં ૨૦૦થી વધુ લાભાર્થીઓને વિના મૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવ્યા. ૭ ફેબ્રુઆરીથી શરૂ થઈ ચૂકેલા…
Read Moreત્રિવેણી કાર્યક્રમ યોજાયો સમૂહ લગ્નોત્સવ, ટિફિન સેવા રથ અનાવરણ, મંદિર નિર્માણ તથા મૂર્તિ પ્રેમ પ્રતિષ્ઠા
હિન્દ ન્યુઝ, વલસાડ સંત- શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા તથા શ્રી જલારામ માનવ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ, ધરમપુર આયોજિત તથા એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ – યુ.કે.તથા લાઇન્સ કલબ ઓફ કિંગ્સબરી- યુ.કે. સ્વ તુલસીદાસ ગોરધનદાસ કોટેચા- યુ.કે., સ્વ.મોહનલાલ અને વિજયાબેન કોટેચા – પોરબંદર, સ્વ અમૃતલાલ અને સુશીલાબેન રાડીયા -યુ.કે.ના સૌજન્યથી ૧૨૨ દિકરીઓનો વિના મૂલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ વલસાડના આંગણે યોજાયો હતો. શિવરાત્રીના પાવન દિવસે મંગલવિધિ વડીલોની છત્રછાયામાં તથા સંતોના આશીર્વચનો સાથે આદિવાસી સંસ્કૃતિ મુજબ આચાર્ય વિદ્વાન ગુલાબભાઈ પટેલ, ધરમપુર તથા શ્રી કનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર -વલસાડ દ્વારા મંત્રોચ્ચાર કરી…
Read More