વડોદરા ગ્રામ્ય ઘટક-૨ ની વિરોદ-૨ આંગણવાડી કેન્દ્રનો ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ અંતર્ગત કાયાકલ્પ

હિન્દ ન્યુઝ, વડોદરા     રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરા ગ્રામ્ય ઘટક-૨ માં સમાવિષ્ટ વિરોદ-૨ આંગણવાડી કેન્દ્ર ખાતે નવીનીકરણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને બાળમૈત્રીપૂર્ણ બનાવવાનો છે. વિરોદ-૨ આંગણવાડી કેન્દ્રમાં અંદાજે રૂ. ૮,૫૦૦/- ના ખર્ચે આંગણવાડીનું રંગરોગાન (કલરકામ) તેમજ જરૂરી નાના-મોટા સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ નવીનીકરણ દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે વધુ સુદ્રઢ માળખાકીય સુવિધાઓ અને પ્રોત્સાહક વાતાવરણ મળી રહેશે.

Read More

જૂનાગઢની પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા નંબર ૪ની મુલાકાતે રીવાબા જાડેજા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ        શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની જૂનાગઢની પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા નંબર ૪ની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ માટેનો અનેરો વાત્સલ્યભાવ સાથે સહજતા, સરળતા અને નિખાલસતા જોવા મળી હતી.    રાજ્ય શિક્ષણ મંત્રીએ શાળાની બહુ આયામી શૈક્ષણિક પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓથી અવગત થયા હતા, આ સાથે જ વિદ્યાર્થીનીઓ સાથે સહજ અને આત્મીય સંવાદ સાધી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીનીઓ સાથે નીચે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું હતું અને વિદ્યાર્થીનીઓ સાથે એક વિદ્યાર્થીની બની ખો ખો રમત માં સહભાગી બન્યા હતા. અને વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધારી તેમને ખેલકુદના…

Read More

જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, જામજોધપુર     જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને પ્રચાર-પ્રસાર અર્થે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના પ્રગતિશીલ ખેડૂતોને રાસાયણિક ખેતીના દુષ્પરિણામો સમજાવી, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો અને તેના પાંચ મુખ્ય આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપ્સા અને જીવાત નિયંત્રણ વિશે સવિસ્તાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વધુમાં ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા, ખેતી…

Read More

ગાંધીનગર શહેરના રહેવાસીઓને આ પ્રાકૃતિક ખેતપેદાશ વેચાણકેન્દ્ર ખાતેથી રસાયણ અને ઝેરમુક્ત શાકભાજી, ફળ, અનાજ અને કઠોડ ખરીદવા જાહેર અપીલ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     આજરોજ કુડાસણ ખાતે ખેડૂતો દ્વારા પોતાની પ્રાકૃતિક ખેતપેદાશો સીધા ગ્રાહકોને વેચાણ કરી શકે તે માટે પ્રાકૃતિક ખેતપેદાશ સીધા ગ્રાહકોને વેચાણ કરી શકે તે માટે પ્રાકૃતિક ખેતપેદાશ વેચાણકેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જ્યાં આજરોજ ગાંધીનગર જિલ્લાના કલેક્ટરશ્રી મેહુલ કે. દવે દ્વારા વેચાણકેન્દ્રની મુલાકાત લઈ ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો અને ગાંધીનગર શહેરના રહેવાસીઓને આ પ્રાકૃતિક ખેતપેદાશ વેચાણકેન્દ્ર ખાતેથી રસાયણ અને ઝેરમુક્ત શાકભાજી, ફળ, અનાજ અને કઠોડ ખરીદવા જાહેર અપીલ કરવામાં આવી. અને પોતાના પરીવારને સ્વસ્થજીવન સુનિશ્ચિત કરવા જાગૃત કરવામાં આવ્યા. વધુમાં આ વેચાણકેન્દ્ર ઉપલબ્ધ થવાથી ખેડૂતો અને ગ્રાહકોનો…

Read More

ખાનગી હોસ્પિટલમાં થતી રૂ.૮૦ લાખથી વધુની સારવાર નવી સિવિલના હિમોફિલિયા કેર સેન્ટરે નિ:શુલ્ક કરી મુંબઈના સિવિયર હિમોફિલીયાના દર્દીને સ્વસ્થ કર્યા

હિન્દ ન્યુઝ, સુરત      ‘અનેક જગ્યાએથી મળેલી નિષ્ફળતા બાદ સુરતનાં હિમોફિલિયા સેન્ટરે લાખોની સારવાર વિનામૂલ્યે કરી નવજીવન આપ્યું છે” આ શબ્દો છે મહારાષ્ટ્ર-મુંબઈના નાલાસોપારાના ૪૫ વર્ષીય સેમ્સન એડ્રુ રોડ્રિક્સના. ખાનગી હોસ્પિટલમાં થતી રૂ.૮૦ લાખથી વધુની સારવાર નવી સિવિલના હિમોફિલિયા કેર સેન્ટરે નિ:શુલ્ક કરી મુંબઈના આ સિવિયર હિમોફિલીયાના દર્દીને સ્વસ્થ કર્યા હતા.          સિવિયર હિમોફિલિયા ટાઈપ-એ ની સાથે હાઈ ટાઈટર ઇનહિબિટરના દર્દી સેમસન એન્ડ્રુ રોડ્રિક્સ ઘણાં વર્ષોથી જમણા પગના ઘૂંટણનાં દુ:ખાવાથી પીડિત હતાં. લાંબા સમયથી તેમણે શારીરિક સમસ્યા માટે પૂણે અને મુંબઈના અનેક ડોકટરો અને હોસ્પિટલોમાં સારવાર…

Read More

ન્યૂઝપેપરથી ન્યૂઝપોર્ટલ સુધી’ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત ‘પત્રકારત્વની વિસ્તરતી ક્ષિતિજો. ન્યૂઝપેપરથી ન્યૂઝપોર્ટલ સુધી’ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું. આ સેમિનારમાં ન્યૂઝપેપરથી ન્યૂઝપોર્ટલ સુધીના પત્રકારત્વના બદલાતા પ્રવાહો વિશે વરિષ્ઠ તજ્જ્ઞોએ માર્ગદર્શન આપ્યું, સાથે જ પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે વિશેષ સંવાદનું આયોજન કરાયું. કન્ટેન્ટ ઈઝ કિંગ; તમારું કન્ટેન્ટ મજબૂત હશે તો જ તમે સ્પર્ધામાં ટકી શકશો – નરેશ દવે, વરિષ્ઠ પત્રકાર અને મીડિયા તજજ્ઞ માધ્યમ ભલે બદલાય પરંતુ, કન્ટેન્ટની ગુણવત્તા અને…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કેન્દ્રીય બજેટ અંગે પત્રકાર પરિષદ યોજાયો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટ 2026ને ત્રણ મુખ્ય કર્તવ્યોના આધારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણ માટેની મજબૂત પીઠિકા તૈયાર કરનારું બજેટ ગણાવ્યું. આર્થિક વૃદ્ધિને વેગ આપીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, લોકોની અપેક્ષા પૂર્ણ કરીને કેપેસિટી બિલ્ડીંગથી દેશની સમૃદ્ધિમાં સક્રિય જનભાગીદારી અને સૌના સાથ સૌના વિકાસને વધુ ગતિ આપવાની પ્રતિબદ્ધતા આ બજેટમાં પ્રતિબિંબિત થઈ છે : મુખ્યમંત્રી ગુજરાત આવનારા સમયમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા સજ્જ થયું છે તેને બજેટમાં જાહેર થયેલા ખેલો ઇન્ડિયા મિશન કાર્યક્રમથી વધુ પ્રેરણા અને બળ મળશે એમ પણ મુખ્યમંત્રી ઉમેર્યું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, નાણા…

Read More

વેસ્ટમાંથી બેસ્ટના સર્જક અને રાજ્યશ્રમભૂષણ પ્રકાશભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર         કહેવાય છે કે ‘અનુભવ એ સૌથી મોટી પાઠશાળા છે.’ આ વાક્યને ગાંધીનગરના ખાત્રજ સ્થિત અરવિંદ લિમિટેડ કંપનીના કર્મનિષ્ઠ શ્રમયોગી પ્રકાશભાઈ પરષોત્તમભાઈ પટેલે સાર્થક કરી બતાવ્યું છે. ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં ૨૦ વર્ષના લાંબા અનુભવના ભાથા સાથે તેમણે કંપનીને માત્ર આર્થિક નફો જ નથી કરાવ્યો, પરંતુ પર્યાવરણના જતનમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.  ‌ સામાન્ય રીતે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં કાચા માલનો બગાડ એક મોટી સમસ્યા ગણાય છે. પ્રકાશભાઈએ પોતાની દીર્ઘદ્રષ્ટિથી આ વેસ્ટેજને અટકાવવા માટે ‘રાઈટ એંગલ સિસ્ટમ’ વિકસાવી.  તેમણે આખી પ્રક્રિયાને તેમના સ્ટાફ અને કંપનીના સહયોગ થકી ડિજિટલ…

Read More

કપડવંજના નાગરિકોને મળ્યું સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યનું મજબૂત વચન

હિન્દ ન્યુઝ, ખેડા      રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કપડવંજ શહેરને આરોગ્ય ક્ષેત્રે સ્વસ્થ અને સુરક્ષિત જીવનની ભેટ આપી. આજે કપડવંજમાં રૂ. ૬.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા રૂ. ૧ કરોડના ખર્ચે નિર્મિત નવી આયુર્વેદિક હોસ્પિટલનું મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. આધુનિક મેડિકલ સુવિધાઓ અને આયુર્વેદિક ઉપચારનો અહીં અનોખો સંગમ સર્જાયો છે. આ નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રથી કપડવંજ અર્બન તેમજ આસપાસના અંતિસર, આંત્રોલી, મોટી ઝેર, નિરમાલી, સોરણા, તોરણા, ભુગળીયા, વઘાસ સહિતના ૨.૭ લાખથી વધુ નાગરિકોને ૨૪×૭ ઈમરજન્સી સારવાર, ડાયાલિસિસ, ગાયનેક, ડીલીવરી, લેબોરેટરી, એક્સ-રે, ફિઝીયોથેરાપી સહિતની…

Read More

ખમીરવંતા ખેડા જિલ્લાના વિકાસના પથ પર નવું સોપાન ઉમેરાયું

હિન્દ ન્યુઝ, ખેડા     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે સર્વાંગી વિકાસ માટે ₹૩૪૮ કરોડથી વધુ રકમના 31 વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી નવરચિત ફાગવેલ તાલુકાનો શુભારંભ કરાવ્યો  વહીવટી કાર્યક્ષેત્રને વેગ આપવા માટે તાલુકા સેવા સદન હેતુ જમીન ફાળવણીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી; આગામી એક વર્ષના ટૂંકા ગાળામાં જ સ્થાનિક નાગરિકોને તમામ સરકારી સેવાઓ એક જ છત નીચે પૂરી પાડતી અત્યાધુનિક કચેરીની સુવિધા ઉપલબ્ધ થશે નવરચિત ફાગવેલ તાલુકામાં સિંચાઈ, પાણી પુરવઠા અને ગ્રામીણ માળખાગત સુવિધા અંતર્ગત કરવામાં આવેલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી ખેડા…

Read More