વડોદરા ગ્રામ્ય ઘટક-૨ ની વિરોદ-૨ આંગણવાડી કેન્દ્રનો ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ અંતર્ગત કાયાકલ્પ

હિન્દ ન્યુઝ, વડોદરા 

   રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરા ગ્રામ્ય ઘટક-૨ માં સમાવિષ્ટ વિરોદ-૨ આંગણવાડી કેન્દ્ર ખાતે નવીનીકરણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

આ ઝુંબેશનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને બાળમૈત્રીપૂર્ણ બનાવવાનો છે. વિરોદ-૨ આંગણવાડી કેન્દ્રમાં અંદાજે રૂ. ૮,૫૦૦/- ના ખર્ચે આંગણવાડીનું રંગરોગાન (કલરકામ) તેમજ જરૂરી નાના-મોટા સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ નવીનીકરણ દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે વધુ સુદ્રઢ માળખાકીય સુવિધાઓ અને પ્રોત્સાહક વાતાવરણ મળી રહેશે.

Related posts

Leave a Comment