હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત બોડેલી ખાતે ભવ્ય “છોટાઉદેપુર મેરેથોન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનનો મુખ્ય હેતુ નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવી, યુવાનોની સક્રિય ભાગીદારી વધારવી તથા સમાજમાં સમાનતાના મૂલ્યોને મજબૂત કરવાનો હતો. મેરેથોનને સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્યઓ અભેસિંહ તડવી તથા રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેકટરl ગાર્ગી જૈન સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઑફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. મહાનુભાવોએ દોડમાં સહભાગી બની દોડવીરોનું ઉત્સાહવર્ધન પણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેકટર ગાર્ગી જૈન તેમજ ધારાસભ્યઓ દ્વારા ઐતિહાસિક મેરેથોનમાં ભાગ લેનારા દોડવીરોને શુભેચ્છાઓ…
Read MoreMonth: February 2026
રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વર્ષ 2026 નો મહાશિવરાત્રીનો જુનાગઢ નો મેળો ભવ્ય બનવા જઈ રહ્યો છે
હિન્દ ન્યુઝ, જૂનાગઢ સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતનાના પ્રતિક સમાન મહાશિવરાત્રીના મેળાની ગરિમા, ભવ્યતા અને દિવ્યતાને ઉંચે લઈ જઈને સાધુ સંતો અને સંસ્થાઓને સાથે રાખીને રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વર્ષ 2026 નો મહાશિવરાત્રીનો જુનાગઢ નો મેળો ભવ્ય બનવા જઈ રહ્યો છે. આગામી તા.૧૧ ફેબ્રુઆરી થી ૧૫ ફેબ્રુઆરી સુધી યોજનારા મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી ની સાધુ સંતોને તેમજ સંસ્થાઓને જાણકારી અને તૈયારીઓની સમીક્ષા માટે આજે શિક્ષણ મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા ના અધ્યક્ષ સ્થાને અને સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ…
Read Moreમેળાની પૂર્વ તૈયારીઓનું ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ચાલીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કરતા અધિકારીઓ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઊર્જા રાજ્યમંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ આજે ૧૧મી ફેબ્રુઆરીએ શરૂ થવાથી રહેલા મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓનું ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ચાલીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત સરકારના મંત્રીઓએ મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને કેન્દ્રમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી રહેલી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું સ્થળ પરથી જ નિરીક્ષણ કરીને જાણકારીઓ મેળવી હતી. ખાસ કરીને મંત્રીઓએ મહાશિવરાત્રીના મેળાની ભવ્યતા અને દિવ્યતા વધારવા તેમજ મહાશિવરાત્રીનું…
Read Moreભવનાથ તળેટી જૂનાગઢ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે, ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે આગામી તા.૧૧ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન થનાર છે. ચાર દિવસીય આ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિઓ કરવામાં આવશે.આ ઉપરાંત સ્થાનિક કલાકારો દ્વારા પણ ભજન, લોકગીત, સંગીતની પ્રસ્તુતી કરવામાં આવશે. પ્રથમ દિવસે તા. ૧૧ ફેબ્રુઆરી ના રોજ રાત્રે પ્રખ્યાત લોક તથા શાસ્ત્રીય ગાયિકા મૈથિલી ઠાકુર પોતાની સુરીલી રજૂઆત દ્રારા ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.…
Read Moreભાવનગરમાં રૂા.૪.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલય (પી.જી.)નું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ર્ડા.પ્રદ્યુમનભાઈ વાજા
હિન્દ ન્યુઝ, ભાવનગર હોસ્ટેલ માત્ર નિવાસ સ્થાન નહીં, પરંતુ જીવનના મૂલ્યો શીખવાની પાઠશાળા: કેબિનેટ મંત્રી શ્રી ર્ડા. પ્રદ્યુમનભાઈ વાજા વિધાર્થીઓ સારી રીતે ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે સુવિધાયુક્ત છાત્રાલયનું નિર્માણ કરાયું : કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા સહિતના મહાનુભાવોની ગરીમામય ઉપસ્થિતિ
Read Moreવલસાડ જિલ્લા કલેકટરનાં અધ્યક્ષસ્થાને જિલ્લાના આરોગ્ય વિભાગની વિવિધ સમિતિની સમીક્ષા બેઠક
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લાના આરોગ્ય વિભાગની વિવિધ સમિતિની સમીક્ષા બેઠક કલેકટર કચેરી, વલસાડના સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકોમાં જિલ્લા સંચારી રોગચાળા અટકાયત, તમાકુ નિયંત્રણ, કલાઇમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ તેમજ ક્વોલિટી એસ્યોરન્સ કમિટીની બેઠકો યોજાઇ હતી. કલેકટરશ્રીએ જિલ્લામાં પાણીજન્ય, વાહકજન્ય અને લેપ્ટોસ્પાયરોસીસના રોગચાળા અટકાયત, તમાકુ નિયંત્રણ અને નેશનલ પ્રોગામ ઓન કલાઇમેટ ચેન્જ હ્યુમન હેલ્થ કમિટિ અને સિકલસેલ પ્રોગામ અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
Read Moreકલેક્ટરએ માણસા તાલુકાના રાજપુરા ગામની આકસ્મિક મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ કે.દવે દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા અને છેવાડાના માનવી સુધી સરકારી સેવાઓ પહોંચાડવાના હેતુથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ શૃંખલામાં, આજરોજ કલેક્ટરએ માણસા તાલુકાના રાજપુરા ગામની આકસ્મિક મુલાકાત લીધી હતી. કલેક્ટરએ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ વહીવટી દફતરોની ઝીણવટભરી ચકાસણી કરી હતી. ઉપરાંત આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત ગ્રામજનો સાથે કલેક્ટરએ સીધો સંવાદ સાધ્યો હતો. જેમાં ગામમાં ઉપલબ્ધ શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા જેવી પાયાની સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સરકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા દરેક નાગરિકને મળી રહે,…
Read Moreધરતી માતા બચાવો અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ, સબ ડિવિઝનલ કક્ષાએ અને જિલ્લા કક્ષાએ “નિગરાની સમિતિની” રચના કરાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ B ભારત સરકાર તથા ગુજરાત સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના એક પત્ર મુજબ હાલમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ વધી રહ્યો હોવાનું જાણવા મળેલ છે. જેનું કારણ ખેડૂતોમાં ખાતરના વિવેકપુર્ણ ઉપયોગ અંગે જાગૃતિનો અભાવ છે. આ બાબતે જાગૃતિ લાવવાની જરૂર હોઇ અને ખાસ કરીને ઉધોગ અને આંતરરાષ્ટ્રિય સરહદપાર સબસિડાઇઝ રાસાયણિક ખાતરના ગેરકાયદેસર ડાયવર્ઝનના મુદ્દા પર પણ પાયાના સ્તરે દેખરેખ અને કાર્યવાહીની જરૂર છે. આ પડકારોનો સામનો કરવા માટે એક વ્યાપક બહુસ્તરીય પદ્ધતિની આવશ્યકતા મુજબ જરૂરી અમલવારી માટે ભારત સરકાર દ્વારા “ધરતી માતા બચાવો અભિયાન” લોન્ચ…
Read Moreસુરત શહેરના અડાજણના શીટ નં.૫૩ના રેકર્ડનું જમીન મહેસુલ હેઠળ પ્રમોલગેશન કરવામાં આવનાર છેઃ આ રેકર્ડ જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું છે
હિન્દ ન્યુઝ, સુરત સુરત શહેરના અડાજણમાં સિટી સર્વે દાખલ કરવા માટે મળેલી મંજૂરી અનુસાર ઈન્કવાયરી અધિકારી અડાજણ-૧ની કચેરીના શીટ નં.૫૩નું પાર્ટ રેકર્ડ તૈયાર કરીને તા.૦૩/૦૩/૨૦૨૬ના રોજ ગુજરાત જમીન મહેસુલ નિયમો મુજબ પ્રમાણિત કરવામાં આવનાર છે. તૈયાર થયેલા અડાજણના રેકર્ડને ઈન્કવાયરી અધિકારી અડાજણ-૧ની કચેરીમાં ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેથી આ પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો તા.૦૩/૦૩/૨૦૨૬ સુધીમાં ઈન્કવાયરી અધિકારી-અડાજણ-૧ની કચેરી, સી-બ્લોક છઠ્ઠો માળ, બહુમાળી ભવન, નાનપુરા ખાતે લેખિતમાં રજૂ કરવા નાયબ નિયામક, જમીન દફતર-સુરતની યાદીમાં જણાવાયું છે.
Read Moreજીલ્લા ક્ષય કેન્દ્ર દાહોદ ખાતે દીપક એચ. પંચાલને ૨૪ વર્ષની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ આભાર અને અભિનંદન
હિન્દ ન્યુઝ, દાહોદ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત જીલ્લા ક્ષય કેન્દ્ર, દાહોદ ખાતે ડિસ્ટ્રિક્ટ ડોટ્સ પ્લસ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા દીપક એચ. પંચાલે ૨૪ વર્ષ સુધી નોંધપાત્ર અને પ્રશંસનીય સેવાઓ આપી છે. તેમની કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા, અવિરત મહેનત, દર્દી કેન્દ્રિત અભિગમ તેમજ ટીમ સાથેનો સકારાત્મક સહકાર વિભાગ માટે હંમેશા પ્રેરણારૂપ રહ્યો છે. ટીબીના દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર તેમજ યોગ્ય માર્ગદર્શન મળે તે માટે તેમનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ અને અમૂલ્ય રહ્યું છે. જીલ્લા ક્ષય કેન્દ્ર, દાહોદ પરિવાર દ્વારા તેમની દીર્ઘકાલીન અને સમર્પિત સેવાઓ બદલ તેમનું બહુમાન કરવામાં આવેલ.…
Read More