હિન્દ ન્યુઝ, ડાંગ
B ભારત સરકાર તથા ગુજરાત સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના એક પત્ર મુજબ હાલમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ વધી રહ્યો હોવાનું જાણવા મળેલ છે. જેનું કારણ ખેડૂતોમાં ખાતરના વિવેકપુર્ણ ઉપયોગ અંગે જાગૃતિનો અભાવ છે. આ બાબતે જાગૃતિ લાવવાની જરૂર હોઇ અને ખાસ કરીને ઉધોગ અને આંતરરાષ્ટ્રિય સરહદપાર સબસિડાઇઝ રાસાયણિક ખાતરના ગેરકાયદેસર ડાયવર્ઝનના મુદ્દા પર પણ પાયાના સ્તરે દેખરેખ અને કાર્યવાહીની જરૂર છે. આ પડકારોનો સામનો કરવા માટે એક વ્યાપક બહુસ્તરીય પદ્ધતિની આવશ્યકતા મુજબ જરૂરી અમલવારી માટે ભારત સરકાર દ્વારા “ધરતી માતા બચાવો અભિયાન” લોન્ચ કરવામાં આવેલ છે. આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ, સબ ડિવિઝનલ કક્ષાએ અને જિલ્લા કક્ષાએ “નિગરાની સમિતિની” રચના કરવામાં આવેલ છે.
આ સમિતિનું મુખ્ય કાર્ય ચોક્કસ વ્યક્તિઓ અથવા વ્યક્તિઓના જૂથને ખાતરના વધુ પડતા વેચાણ પર નજર રાખવા અને તેનું કારણ જાણવું, તેમજ બિન-કૃષિ ઉપયોગ અથવા ગ્રામ પંચાયતની બહાર વેચાણ થતાં સબસિડાઇઝ ખાતરના ડાયવર્ઝનના કિસ્સામાં જિલ્લા અને પેટા વિભાગની અધિકારીઓને જાણ કરવું. ખેડુતોને તેમના ખેતરોની જમીનની સ્થિતિ સુધારવા માટે તથા ખેડૂતોમાં વિતરણ કરાયેલ સોઇલ હેસ્થ કાર્ડ મુજબ જમીનમાં સુક્ષ્મ પોષણતત્વોની ઉણપને ધ્યાને રાખી જમીનનું પ્રત, સ્વાસ્થય અને ફળદ્દુપતા સુધારવા આવશ્યક , પ્રાકૃતિક ખેતી ના આયામોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા. આ સાથે જ નકલી ખાતરના ઉત્પાદન, વિતરણ પર દેખરેખ રાખવી અને જો આવી બાબત ધ્યાનમાં આવે તો પ્રાંત કક્ષાએ/જિલ્લા કક્ષાએ જાણ કરવી.
ઉક્ત ત્રણેય કક્ષાની સમિતિઓમાં જિલ્લા કક્ષાએ અધ્યક્ષ તરીકે કલેક્ટરશ્રી અને સહ અધ્યક્ષ તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સબ ડિવિઝનલ કક્ષાએ અધ્યક્ષ તરીકે પ્રાતં અધિકારીશ્રી અને ગ્રામ્ય કક્ષાએ અધ્યક્ષ તરીકે સરપંચને નિયુક્ત કરવામાં આવેલ છે.
