દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક કલેકટર એમ.એ. પંડયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઇ

હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક આજ રોજ કલેકટર એમ.એ. પંડયાના અધ્‍યક્ષ સ્‍થાને કલેકટર કચેરી, જિલ્‍લા સેવા સદન, ખંભાળીયાના સભાખંડમાં મળી હતી. બેઠકમાં ધારાસભ્‍ય દ્વારા રજુ થયેલ પ્રશ્‍નોનો ત્‍વરિત સંતોષકારક નિકાલ કરવા લગત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. ત્‍યાર બાદ સંકલન/ફરિયાદ સમિતિના મુદા જેવાકે, લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલ, નાગરિક અધિકાર પત્ર હેઠળ મળેલ અરજીઓ, પેન્‍શન કેશ, અવેઇટ કેઇસ, સરકારી લ્‍હેણાની વસુલાત, વગેરેના પ્રશ્‍નોની નિવાસી અધિક કલેકટર કે.એમ.જાની દ્વારા વાંચન કરવામાં આવ્‍યું હતું. તેમજ ચર્ચા વિચારણા કરી બાકી રહેતા પ્રશ્નોનું તાત્‍કાલીક નિરાકરણ લાવવા જણાવ્‍યું હતું. આ બેઠકમાં ધારાસભ્‍ય વિક્રમભાઇ માડમ, જિલ્‍લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, જિલ્‍લા પોલીસ વડાશ્રી સુનીલ જોશી, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, ડી.આર.ડી.એ.ના નિયામક ભાવેશ ખેર સહિત સહિત સંકલન સમિતિના તમામ અધિકારીઓ/પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

Leave a Comment