ગીર સોમનાથ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી, પ્રજાલક્ષી પ્રશ્નો ઉકેલવા કરાયો વિચાર વિમર્શ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં કલેક્ટરએ પ્રજાલક્ષી પ્રશ્નોનુ નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ઈણાજ ખાતેના જિલ્લા સેવા સદનમાં મળેલી બેઠકમાં ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે જમીનની વારસાઈ એન્ટ્રી, વીજળી સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. તેમજ તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે તૌકતે વાવાજોડામાં ધરાશાયી થયેલા એક ખેડૂતના વૃક્ષોના નિકાલ માટેની રજૂઆત કરી હતી. આ સંદર્ભે કલેક્ટરએ પશ્નોના હકારાત્મક ઉકેલ લાવવા માટે સૂચના આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.વી. લિંબાસીયા, ઉનાના પ્રાંત અધિકારી રાવલ, વેરાવળના પ્રાંત અધિકારી સરયુબા જસરોટિયા સહિત સંકલન સમિતિ સભ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment