ગીર સોમનાથ જિલ્લામાં ૨૬મી ફેબ્રઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે, લાભાર્થીઓને હાથો હાથ યોજનાકીય લાભોનુ વિતરણ કરાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં યોજનાકીય સાધન–સહાય, રોગગારલક્ષી કીટ, રોકડ સહાય સહિતાના લાભોનુ વિતરણ કરવા માટે એ.પી.એમ.સી. કાજલી ખાતે તા.૨૬-૦૨-૨૦૨૨ના રોજ ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં અમરેલી સ્થિતથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. મહત્વનુ છે કે, રાજ્ય સરકારની લોક કલ્યાણની યોજનાઓનો લાભ જરૂરિયાતમંદોને હાથો હાથ આપવા માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે. જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળા-૨૦૨૨ની પૂર્વ તૈયારીઓ કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકની પૂર્વે ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીઓના સંદર્ભે અધિક નિવાસી કલેક્ટર બી.વી. લિંબાસીયાએ જરૂરિયાતમંદ અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સહાય-સાધનનુ સુચારૂ વિતરણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં ઉનાના પ્રાંત અધિકારી રાવલ, પ્રાંત અધિકારી સરયુબા જસરોટીયા, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment