હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ ખાતે આવેલ આણંદ કૃષિ યુનીવર્સીટી હસ્તકના કૃષિ ઈજનેરી પોલીટેકનીક, મુવાલીયા ફાર્મ, દાહોદ દ્વારા આણંદ કૃષિ યુનીવર્સીટીના કુલપતિ ડો.કે.બી.કથીરિયાના માર્ગદર્શન હેઠળ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછી વિદ્યાર્થીઓના જીવનની પ્રગતિ માટે અભ્યાસ-ક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે એવા હેતુથી હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં દાહોદ જીલ્લાના આદિવાસી અને અન્ય વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે પોતાની ક્ષમતા અનુરૂપ વિવિધ કૃષિ વિષયક અભ્યાસક્રમ પસંદ કરી શકે અને તેમાં અસરકારક દેખાવ કરે તે માટે સતત અત્રેના કૃષિ ઈજનેરી કોલેજ, દાહોદ દ્વારા રાજ્યની કૃષિ અને સહકાર વિભાગ હસ્તકની ચાર કૃષિ યુનીવર્સીટીના અભ્યાસક્રમો અને ત્યાં મળતી…
Read MoreMonth: February 2026
ગુયાના ના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર તા.૨૧ ફેબ્રુઆરી, ગુયાના સહકારી ગણરાજ્યના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પર આગમન થતા મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગતમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ સવારે અયોધ્યા રામ મંદિર ખાતે દર્શન કરી વનતારાની મુલાકાત માટે જામનગર પહોચ્યા છે.
Read Moreસરકારી ઈજનેરી કોલેજ દાહોદ ખાતે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગનું આયોજન
હિન્દ ન્યુઝ, દાહોદ સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ ખાતે સેમેસ્ટર–૬ ના તમામ શાખાના વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 125 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માં નિષ્ણાત ટ્રેનર્સ અશ્વિન જોષી, સંદીપ શાહ અને સુ સલોનિ પરીખ દ્વારા વિધાર્થીઓ ને નેતૃત્વ કૌશલ્ય, સંવાદ કૌશલ્ય તેમજ રોજગાર ક્ષમતા કૌશલ્ય ની તાલીમ આપવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ કોર્પોરેટ જગતમાં સફળતાપૂર્વક પ્રવેશી શકે. ફિનિશિંગ સ્કૂલનો મુખ્ય હેતુ યુવાનોને તેમની સંબંધિત ક્ષેત્રોમાં સજ્જ અને પ્રોફેશનલ બનાવવા તેમજ શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગની અપેક્ષાઓ વચ્ચેનો અંતર દૂર કરવાનો…
Read Moreમાંગરોળ ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા શ્રી વિવેકાનંદ વિધાલય શાળા કેમ્પસ, ટાવર ગ્રાઉન્ડ, અમ્રૃતબાગ પાસે, માંગરોળ ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ભરતીમેળામાં મંગરોળ, માળીયા હાટીના તથા કેશોદ તાલુકાના ૧૫૦૦ થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૫૪ ઉમેદવારો હાજર રહયા હતા. આ ભરતીમેળામાં સ્થાનિક નોકરીદાતા ડો.એ.કે. હોસ્પિટલ-માંગરોળ, રિલાયંસ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરંસ કંપની –જૂનાગઢ, એચઆર.ટેલેન્ટ સોલ્યુશન પ્રા.લી. અમદાવાદ તરફથી નોકરીદાતા/પ્રતિનિધિ ઉપસ્થિત રહયા હતા. તેમના…
Read Moreરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લામાં ભાદરા ગામે યોજાયો ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યપાલશ્રીએ કૃષિ સખી, કિસાન મિત્રો તેમજ ખેડૂતોને સંબોધીને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રેરણા આપી રાજ્યપાલશ્રીએ ‘સેવા સેતુ’ કાર્યક્રમ અને પ્રાકૃતિક કૃષિના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: -વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી મહત્વનું યોગદાન આપી શકે છે -રાસાયણિક ખેતીમાં પાણી અને રાસાયણિક ખાતરનો ખર્ચ વધુ છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ખૂબ ઓછા ખર્ચે વધુ પાક મળે છે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી પણ ઉત્તરોત્તર વધતું જાય છે. -દેશી ગાય એ પ્રાકૃતિક ખેતીનો આધારસ્તંભ છે; ગૌમૂત્ર અને છાણના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીમાં ઝેરમુક્ત પેદાશો મેળવી શકાય…
Read Moreમોરબી RTO કચેરી દ્વારા વાહનોના પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન ઈ-ઓક્શન પ્રક્રિયાનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લાના વાહન ચાલકો પોતાના વાહન માટે મનપસંદ ‘ફેન્સી’ નંબર મેળવી શકે તે હેતુથી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO), મોરબી દ્વારા વિવિધ શ્રેણીના વાહનો માટે ઓનલાઇન ઈ-ઓક્શન પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર, ફોર-વ્હીલર વાહનો માટે નવી સિરીઝ GJ36BA, BC, AQ, AN, AM, AS અને ટુ-વ્હીલર માટે GJ36AR, AL, AP, AJ, BB તથા ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ36X, GJ36V શ્રેણીના બાકી રહેતા પસંદગીના નંબર માટે આ હરાજી યોજાશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ ભારત સરકારના પરિવહન વિભાગની અધિકૃત વેબસાઇટ…
Read Moreગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનાર પરીક્ષા સંદર્ભે ડાંગના અઘિક જિલ્લા મેજિસ્ટ્રેટનુ જાહેરનામુ
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬ માં લેવાનાર ધોરણ-૧૦ (એસ.એસ.સી.), ધોરણ-૧૨ (એચ.એસ.સી.) સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના નિયમિત/રીપીટર/પૃથ્થક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન યોજાનાર છે. વિદ્યાર્થીઓ આ પરીક્ષા નિર્ભયપણે અને મુક્ત વાતાવરણમાં આપી શકે તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર ડાંગના અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી.તબિયાર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ અન્વયે પરીક્ષા કેન્દ્રો પર નિયત પરીક્ષા કાર્યક્રમ દરમિયાન પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટર ત્રિજ્યામાં નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. એસ.એસ.સી.(માઘ્યમિક) પરીક્ષા તા.…
Read Moreબરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન આહવા ખાતે યોજાયેલ ફાસ્ટ ફૂડ તાલીમ અંગે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, બરોડા ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર પુરસ્કૃત અને બેન્ક ઓફ બરોડા સંચાલિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન આહવા તથા ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે ૧૨ દિવસીય ફાસ્ટ ફુડ તાલીમ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન આહવા ખાતે યોજવામા આવી હતી. જેમાં ડાંગ જિલ્લાના અલગ અલગ ગામોના કુલ ૨૪ સ્વ સહાય જૂથોના બહેનોએ ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન ફાસ્ટ ફૂડને લઈ, પાણી-પૂરી, દહી-પૂરી, ભેળ-પૂરી, કચોરી, મન્ચુરિયન, મિક્સ ભજીયા, બર્ગર, સેન્ડવિસ, બ્રેડ-પકોડા, વડાપાવ, પાવભાજી, પુલાવ, નૂડલ્સ, મોમોસ, પીઝા, ચટણી અને ચા-નાસ્તા માટે સ્થાનિક નાસ્તો, ચાયનીસ…
Read Moreઉમરપાડા તાલુકાના બીલવણ ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, ઉમરપાડા ગુજરાત પ્રાકૃતિક બોર્ડ અંતર્ગત ઉમરપાડા તાલુકાના બીલવણ ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ હતી. જેમાં ખેડૂતોને પ્રકૃતિનું જતન કરતી અને ન્યુનતમ ખર્ચે મહત્તમ નફો આપતી પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિષે અવગત કરી રાસાયણિક ખેતી છોડવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું. સાથે જ બીલવણ ગામે કૃષિ સખી ઉર્મિલાબેન ચૌધરી દ્વારા ખેડૂતોને દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ, દાળનો લોટ, અને ખેતરની માટીમાંથી બનતું અત્યંત પોષક અને પ્રાકૃતિક પ્રવાહી ખાતર ‘જીવામૃત’ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. જમીનમાં સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વધારીને ફળદ્રુપતા વધારતાં…
Read Moreઓલપાડ તાલુકાનાં અણીતા ગામે જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા બહુવિધ સન્માન સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, ઓલપાડ ઓલપાડ તાલુકાનાં અણીતા ગામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ખાતે જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ પ્રોત્સાહક ઈનામ વિતરણ, શ્રેષ્ઠ શાળા સન્માન, રાજ્ય કક્ષાએ રમતગમતમાં ભાગ લેનાર બાળકોને સહાય અને નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. બહુવિધ સન્માન સમારોહમાં વર્ષ ૨૦૨૫-૨૬ માં અભ્યાસ ક્ષેત્રે શ્રેષ્ઠતમ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી, સન્માનપત્ર સહિત શૈક્ષણિક કીટ પ્રોત્સાહન ઈનામરૂપે વિતરણ કરવામાં આવી હતી. સાથે જ રાજ્ય કક્ષાએ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ અને રાજ્ય કક્ષાની ક્રિકેટ…
Read More