હિન્દ ન્યુઝ, ઓલપાડ
ઓલપાડ તાલુકાનાં અણીતા ગામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ખાતે જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ પ્રોત્સાહક ઈનામ વિતરણ, શ્રેષ્ઠ શાળા સન્માન, રાજ્ય કક્ષાએ રમતગમતમાં ભાગ લેનાર બાળકોને સહાય અને નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
બહુવિધ સન્માન સમારોહમાં વર્ષ ૨૦૨૫-૨૬ માં અભ્યાસ ક્ષેત્રે શ્રેષ્ઠતમ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી, સન્માનપત્ર સહિત શૈક્ષણિક કીટ પ્રોત્સાહન ઈનામરૂપે વિતરણ કરવામાં આવી હતી. સાથે જ રાજ્ય કક્ષાએ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ અને રાજ્ય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરતને નવમી વખત ચેમ્પિયન બનાવનાર જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના કેપ્ટન, કોચ સહિત ખેલાડીઓને પણ સન્માનિત કરાયા હતાં. શ્રેષ્ઠ જાહેર થયેલી જિલ્લાની વિવિધ શાળાઓને સન્માનપત્ર રોકડ પુરસ્કારનાં ચેક અર્પણ કરાયા હતા, તેમજ તાજેતરમાં નિવૃત્ત શિક્ષકોને સ્મૃતિભેટ અને સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરાયું હતું.
