હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર તા.૨૧ ફેબ્રુઆરી, ગુયાના સહકારી ગણરાજ્યના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પર આગમન થતા મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેમના સ્વાગતમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તેઓ સવારે અયોધ્યા રામ મંદિર ખાતે દર્શન કરી વનતારાની મુલાકાત માટે જામનગર પહોચ્યા છે.
